Get The App

લક્ઝરી કાર પર કાળ બનીને પડ્યું કન્ટેનર: CEOના પરિવારના છ લોકોના મોત

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
Bengaluru Car Accident


Bengaluru Volvo Car Accident: કર્ણાટકની રાજધાની બેંગલુરુના બાહ્ય વિસ્તારમાં ભયાવહ અકસ્માતના સીસીટીવી ફુટેજ વાયરલ થયા છે. નેશનલ હાઈવે-48 પર એક લક્ઝરી વોલ્વો કાર પર ઉપર અચાનક ભારે કન્ટેનર પડતાં કારમાં મુસાફરી કરી રહેલા પરિવારના છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. 49 સેકન્ડના વીડિયો ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક ટ્રક ધડાકાભેર અથડાતાં કાર પલટી ખાઈ ગઈ હતી. ડેપ્યુટી એસપી રેન્કના અધિકારીઓ મામલાની તપાસ કરી રહ્યા છે.

બેંગ્લુરૂમાં શનિવારે આયશર ટ્રક અતિભારે એલ્યુમિનિયમના થાંભલાઓથી ભરેલી રોડ પર જઈ રહી હતી. ત્યારે અચાનક આ ટ્રકની આગળ એક કારે બ્રેક લગાવતાં ટ્રકે ચાલકે કારને બચાવતાં સ્ટિયરિંગ બીજી દિશામાં ફેરવી દેતાં આ અકસ્માત સર્જાયો હતો.



રિપોર્ટ અનુસાર એક બિઝનેસમેનનો પરિવાર લક્ઝરી કારમાં વિજયપુરા જઈ રહ્યો હતો. આ દરમિયાન નેલમંગલા પાસે અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. મીડિયા સાથે વાત કરતા ટ્રક ડ્રાઈવરે કહ્યું કે અચાનક બ્રેક લગાવીને મોટા વાહનને રોકવું ખૂબ મુશ્કેલ છે, તેથી તેણે ટ્રકનું સ્ટિયરિંગ ફેરવી દેતાં અકસ્માત સર્જાયો હતો.

ડ્રાઈવરે સ્ટીયરીંગ ફેરવતાની સાથે જ ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ પલ્ટી ખાઈ સામેથી આવતી વોલ્વો કાર પર પડી હતી. જેથી વોલ્વો કારનું કચ્ચરઘાણ નીકળી ગયુ હતું. ટ્રક ટેમ્પો સાથે અથડાઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં ટ્રકની સ્પીડ ઓછી થઈ ગઈ હતી, જેના કારણે ટેમ્પોને વધુ નુકસાન થયું ન હતું. અકસ્માતમાં એક જ પરિવારના છ લોકો મોતને ભેટ્યા હતા. ક્રેઈનની મદદથી વોલ્વોને રોડ વચ્ચેથી ઉંચકીને રસ્તો સાફ કરવામાં આવ્યો હતો.

લક્ઝરી કાર પર કાળ બનીને પડ્યું કન્ટેનર: CEOના પરિવારના છ લોકોના મોત 2 - image


Google NewsGoogle News