નજીવા રોકાણમાં હજારોની કમાણીની લાલચમાં ન ફસાતા, જુઓ 854 કરોડનું સાયબર ફ્રોડ કરનારા પકડાયા

આરોપીઓએ લોકોને આકર્ષક રિટર્ન આપવાની લાલચે જાળમાં ફસાવ્યા

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
નજીવા રોકાણમાં હજારોની કમાણીની લાલચમાં ન ફસાતા, જુઓ 854 કરોડનું સાયબર ફ્રોડ કરનારા પકડાયા 1 - image


Bengaluru cyber fraud : કર્ણાટકમાં બેંગ્લુરુ પોલીસ દ્વારા એક મોટું સાયબર ફ્રોડનું ભાંડાફોડ કરવામાં આવ્યું છે. પોલીસે 854 કરોડ રૂપિયાના સાઈબર ફ્રોડ (854 Crore Cyber Fraud) આચરવા મામલે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ લોકોને આકર્ષક રિટર્ન આપવાની લાલચે જાળમાં ફસાવ્યા હતા અને દેશભરમાંથી હજારો લોકો સાથે છેતરપિંડી આચરી હતી.

કેવી રીતે કરતા છેતરપિંડી

પોલીસે આપેલી જાણકારી મુજબ, છેતરપિંડીની કુલ રકમમાંથી અત્યાર સુધી ફક્ત પાંચ કરોડ રૂપિયા કબજે લેવામાં આવ્યા છે. છેતરપિંડી કરનારા આ આરોપીઓ વોટ્સએપ અને ટેલીગ્રામની મદદથી લોકોને સંપર્ક કરતા હતા અને પછી તેમને લાલચના જાળમાં ફસાવતા હતા. 

  નજીવા રોકાણમાં હજારોની કમાણીની લાલચમાં ન ફસાતા, જુઓ 854 કરોડનું સાયબર ફ્રોડ કરનારા પકડાયા 2 - image

નજીવી રકમના રોકાણમાં દરરોજ હજારોમાં કમાણીની ઓફર કરતા હતા

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીઓ શરૂઆતમાં લોકોને 1,000 થી 10,000 રૂપિયાની રકમનું રોકાણ કરવા માટે આકર્ષિત કરતા હતા. તેઓ લોકોને લાલચ આપતા હતા કે પૈસાનું રોકાણ કર્યા બાદ તેમને દરરોજ 1,000 થી 5,000 રૂપિયાનો લાભ મળશે. ઠગની વાતોમાં આવીને હજારો લોકોએ એક લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા કે તેનાથી વધુનું રોકાણ કરી દીધું હતું. 

કરોડો રૂપિયાની કરી ઠગાઈ 

લોકો જ્યારે ઠગની વાતોમાં ફસાઈ જતા હતા તો આ ફગ આ રકમ જુદી જુદી બેન્કના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દેતા હતા. તેના પછી જ્યારે લોકોએ આ રકમ ઉપાડવા પ્રયાસ કર્યો તો તેમને રિફંડ પણ ન મળ્યું. પોલીસ અધિકારીએ કહ્યું કે એકવાર જ્યારે સંપૂર્ણ પૈસા જમા થઈ જાય તો આરોપીઓ મની લોન્ડરિંગ કરીને સંબંધિત ખાતામાં આ પૈસા મોકલી દેતા હતા. આરોપીઓએ ઠગાઈ દ્વારા કુલ 854 કરોડ રૂપિયા ક્રિપ્ટો, પેમેન્ટ ગેટવે, ગેમિંગ એપ્સ અને અન્ય માધ્યમોથી ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા.


Google NewsGoogle News