Get The App

વિરાટ કોહલીના પબ વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી, નિયમોના ઉલ્લંંઘન બદલ એફઆઇઆર દાખલ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
virat kohli Pub

Image: Facebook


Virat Kohli’s Pub Faces Legal Actions: કર્ણાટકની બેંગલુરૂ પોલિસે મોડી રાત સુધી પબ ખુલ્લુ રાખવા બદલ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વિવધ પબના મેનેજમેન્ટ વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે. જેમાં એક પબ દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીનું છે. મીડિયા સુત્રોના જણાવ્યા અનુસાર, બેંગલુરૂમાં એમજી રોડ સ્થિત વન8 કોમ્યુન પબ છે. જેના માલિક વિરાટ કોહલી છે. બેંગલુરૂ પોલીસે જણાવ્યા અનુસાર, વન8 પબ સહિત અન્ય પબ વિરૂદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેઓ પરવાનગી ન હોવા છતાં મોડી રાત સુધી પબ ખુલ્લો રાખે છે.

લાઉડ મ્યુઝિકના લીધે ફરિયાદ થઈ

ડીસીપી સેન્ટ્રલે નિવેદન આપ્યું છે કે, અમે ગઈકાલે (સોમવારે) રાતે 1.30 વાગ્યા સુધી લગભગ 3થી 4 પબ ખુલ્લા ઝડપ્યા છે. તેમજ રાત્રે તેમાં મોટા અવાજે મ્યુઝિક વાગતું હોવાની ફરિયાદો પણ મળી હતી. જેના પગલે અમે આ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એક પબની માલિકી દેશના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની છે. 

મારા અહંકારે મારો ખેલ બગાડ્યો હતો..', વર્લ્ડકપમાં ખરાબ ફોર્મ વિશે વિરાટની PM મોદી સામે કબૂલાત

પબને રાતના 1.00 વાગ્યા સુધી જ મંજૂરી

બેંગલુરૂમાં પબને રાતના 1 વાગ્યા સુધી જ ખુલ્લા રહેવાની મંજૂરી છે. પરંતુ આ પબ રોજ  મોડી રાત સુધી ખુલ્લા રહેતા હતાં. 6 જુલાઈએ પરવાનગી વિના વધુ મોડી રાત સુધી પબ ચાલુ રાખવા બદલ વન8 કોમ્યુન પબના મેનેજર વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.


Google NewsGoogle News