Get The App

નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે FIR નોંધવા બેંગ્લુરુ કોર્ટનો આદેશ, જાણો શું છે મામલો?

Updated: Sep 28th, 2024


Google News
Google News
નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે FIR નોંધવા બેંગ્લુરુ કોર્ટનો આદેશ, જાણો શું છે મામલો? 1 - image


Fir Against Nirmala Sitharaman | બેંગ્લુરુની એક કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે બળજબરીપૂર્વક વસૂલીના આરોપ હેઠળ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. બેંગ્લુરુમાં જનપ્રતિનિધિની એક વિશેષ કોર્ટે આ આ આદેશ આપ્યો હતો. 

જાણો શું છે મામલો? 

કોર્ટનું આ ફરમાન ચૂંટણી બોન્ડના માધ્યમથી બળજબરીપૂર્વક વસૂલીના આરોપો હેઠળ આવ્યું છે. જનાધિકાર સંઘર્ષ સંગઠનના આદર્શ અય્યરે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અન્યો સામે એક અંગત ફરિયાદ (પીસીઆર) નોંધાવી હતી. પીસીઆરમાં આરોપ મૂક્યો હતો કે ચૂંટણી બોન્ડના માધ્યમથી તેમનાથી બળજબરીપૂર્વક વસૂલી કરવામાં આવી હતી. 

ચૂંટણી બોન્ડ પર સુપ્રીમકોર્ટે મૂક્યો હતો પ્રતિબંધ 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 2018 માં ચૂંટણી બોન્ડ યોજના જાહેર કરી હતી જેથી રાજકીય ફંડિંગમાં પારદર્શકતા લાવી સુધારો કરી શકાય. ચૂંટણી બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને ફંડ આપવામાં આવતું હતું પણ તેનો ખુલાસો કરવામાં આવતો નહોતો. જોકે પછીથી વિપક્ષના આરોપો અને દાખલ અરજીઓને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજના બંધ કરી દીધી હતી. 

નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે FIR નોંધવા બેંગ્લુરુ કોર્ટનો આદેશ, જાણો શું છે મામલો? 2 - image

Tags :
bengaluru-court-FirNirmala-Sitharaman

Google News
Google News