VIDEO: ઓનલાઈન ઓર્ડર કર્યું ગેમિંગ કંટ્રોલર, બોક્સ ખોલતા જ જીવતો સાપ નીકળ્યો

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
VIDEO: ઓનલાઈન ઓર્ડર કર્યું ગેમિંગ કંટ્રોલર, બોક્સ ખોલતા જ જીવતો સાપ નીકળ્યો 1 - image
Image Social Media

Online Shopping :  કેટલીકવાર ઓનલાઈન શોપિંગ દરમિયાન ખૂબ કડવો અનુભવ થતો હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમા બેંગલુરુના એક દંપતીએ ઓનલાઈન ઓર્ડર કરેલા સામાનમાં એક જીવતો કોબ્રા મળી આવતા ચોંકી ઉઠ્યા હતા. હકીકતમાં દંપતીએ 'Amazon' પરથી  Xbox કંટ્રોલરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ જ્યારે પેકેજ ડિલિવરી કરવામાં આવ્યું, ત્યારે તેમાથી એક જીવતો કોબ્રા સાપ જોવા મળ્યો. આ ઘટના રવિવારે બની હોવાનું કહેવાય છે. બંને દંપતી સોફ્ટવેર એન્જિનિયર છે. તેમનું કહેવું છે કે, એક Xbox કંટ્રોલરનો ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. પરંતુ જ્યારે પેકેજ ખોલવામાં આવ્યું તો અંદર સાપ જોવા મળ્યો, ત્યારે આશ્ચર્ય થયું. સદનસીબે આ ઝેરી સાપ પેકેજીંગ ટેપમાં ફસાઈ ગયો હતો. જેના કારણે તે કોઈને નુકસાન પહોંચ્યુ નથી. 

શું છે મામલો?

દંપતીનું કહેવું છે કે, અમે બે દિવસ પહેલા અમેઝોન પરથી કેટલાક સામાનનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ જ્યારે અમને પેકેજ મળ્યું ત્યારે તેમાં એક જીવતો સાપ પણ હતો. પેકેજ ડિલિવરી પાર્ટનર દ્વારા સીધુ અમને સોંપવામાં આવ્યું હતું. અમે સરજાપુર રોડ પર રહીએ છીએ અને અમે સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી છે. આ ઉપરાંત અમારી સાથે એવા લોકો પણ છે, જેમણે આ સમગ્ર ઘટના જોઈ છે. જો કે તેને રિફંડ મળી ગયું છે, પરંતુ આ ઘટનાએ તેમનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. 

'કોઈ વળતર કે સત્તાવાર માફી મળી નથી'

દંપતીએ વધુમાં કહ્યું કે, 'કંપનીએ હાલમાં માત્ર પૂરુ રિફંડ આપ્યું છે, જો કે, તે કોઈપણ રીતે આપવાના જ હતા. પરંતુ આ સિવાય અમને કોઈ વળતર કે સત્તાવાર માફી મળી નથી. તેમણે કહ્યું કે, તમને થયેલી અસુવિધા માટે અમે દિલગીર છીએ. હું માનું છું કે તેની ગણના નથી. આ દરેક રીતે અમારા માટે Amazonના ગ્રાહકો તરીકે અને કર્મચારીઓ તરીકે તેમના ડિલિવરી પાર્ટનર માટે અસ્વીકાર્ય છે. આ સુરક્ષાનો સ્પષ્ટ રીતે ઉલ્લંઘન છે. મને નથી લાગતું કે, ભવિષ્યમાં અમને કોઈ સંતોષકારક સમાધાન મળી શકે. માહિતી પ્રમાણે  સાપને લોકોની દૂર ક્યાંક સુરક્ષિત છોડી દેવામાં આવ્યો છે.


Google NewsGoogle News