દેશનું પ્રથમ એરપોર્ટ બનશે બેંગ્લુરુ જ્યાં ગેજેટ-ઈન ટ્રે સિક્યોરિટી ચેક સિસ્ટમ હટી જશે, જાણો શું છે આ સુવિધા

CTX (કમ્પ્યૂટર ટોમોગ્રાફી એક્સ-રે) મશીનની ટ્રાયલ રન અમુક અઠવાડિયામાં શરૂ થશે

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News

દેશનું પ્રથમ એરપોર્ટ બનશે બેંગ્લુરુ જ્યાં ગેજેટ-ઈન ટ્રે સિક્યોરિટી ચેક સિસ્ટમ હટી જશે, જાણો શું છે આ સુવિધા 1 - image

Gadgets in Tray security check system : બેંગ્લુરુનો કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) દેશનું પ્રથમ એરપોર્ટ બનવાનું છે જ્યાં સિક્યોરિટી ચેકમાં મોબાઈલ ફોન અને લેપટોપ જેવા પર્સનલ ઈલેક્ટ્રોનિક ડિવાઈસિઝને કાઢીને ટ્રેમાં નહીં રાખવા પડે. તેની શરૂઆત ટર્મિનલ 2થી થશે. તેનાથી સિક્યોરિટી ચેક લાગતા સમયમાં ઘટાડો થશે અને યાત્રીઓનું ફ્લાઈંગ એક્સપિરિયન્સ શ્રેષ્ઠ બનશે.

ક્યારે ઓપરેશનલ થશે આ નવી સુવિધા 

એક અહેવાલ અનુસાર T2 પર CTX (કમ્પ્યૂટર ટોમોગ્રાફી એક્સ-રે)  મશીનની ટ્રાયલ રન અમુક અઠવાડિયામાં શરૂ થઈ જશે. શરૂઆત માટે નવી પ્રણાલી ફક્ત ઘરેલુ યાત્રીઓ માટે છે અને ડિસેમ્બર 2023માં ચાલુ થવાની શક્યતા છે. શરૂઆતમાં નવી સિસ્ટમ ફક્ત ઘરેલુ યાત્રીઓ માટે હશે. ડિસેમ્બર 2023માં તેના ઓપરેશનલ થવાની શક્યતા છે. 

અમુક અઠવાડિયામાં ટ્રાયલ શરૂ થશે 

બેંગ્લુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (BIAL) ના ચીફ ઓપરેટિંગ ઓફીસર સત્યકી રઘુનાથે કહ્યું કે T2 પર CTX મશીનની ટ્રાયલ રન આગામી અમુક અઠવાડિયામાં શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે CTX મશીનુ ઓટોમેટિક ટ્રે રિટ્રીવલ સિસ્ટમ (ATRS) અને ફુલ બોડી સ્કેનર સાથે ઈન્ટીગ્રેટ કરાશે. T2 પર ત્રણ ફુલ બોડી સ્કેનર લગાવાયા છે.



Google NewsGoogle News