VIDEO: ધોળા દિવસે કારનો કાંચ તોડી 13 લાખની કરી ચોરી, CCTVમાં ઘટના કેદ, પોલીસ દોડતી થઈ

કારમાં રહેલા 13 લાખ રુપિયા ઉઠાવી બન્ને શખ્સો ગણતરીની સેંકડોમાં ફરાર

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
VIDEO: ધોળા દિવસે કારનો કાંચ તોડી 13 લાખની કરી ચોરી, CCTVમાં ઘટના કેદ, પોલીસ દોડતી થઈ 1 - image
Image Social Media

તા. 23 ઓક્ટોબર 2023, સોમવાર

બેંગ્લોરના સરજાપુરમાં બે યુવકોએ પાર્કિંગમાં ઉભેલી કારની પાસે તેમનું બાઈક ઉભુ રાખ્યું હતું. તે પછી એક શખ્સ બાઈકમાંથી નીચે ઉતરી કારનો કાચ તોડી ગાડીની અંદર પડેલા 13 લાખ રુપિયા ઉઠાવી બન્ને શખ્સો ગણતરીની સેંકડોમાં ફરાર થઈ ગયા હતા. 

13 લાખ રુપિયા ઉઠાવી બન્ને શખ્સો ગણતરીની સેંકડોમાં ફરાર 

bengaluru : આ કિસ્સો કર્ણાટકની રાજધાની બેગ્લોરનો છે. જ્યા ધોળા દિવસે બે ચોરોએ ગાડીમાં રાખેલા 13 લાખ રુપિયાની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. બેંગ્લોરના સરજાપુરમાં બે યુવકોએ પાર્કિંગમાં ઉભેલી કાર (parked bmw car )ની પાસે તેમનું બાઈક ઉભુ રાખ્યું હતું. તે પછી એક શખ્સ બાઈકમાંથી નીચે ઉતરી કારનો કાચ તોડી ગાડીની અંદર પડેલા 13 લાખ (13 lakh) રુપિયા ઉઠાવી બન્ને શખ્સો ગણતરીની સેંકડોમાં ફરાર થઈ ગયા હતા. 

બેંગ્લોરની ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ 

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટના શુક્રવારના રોજ બપોરના સમયે બની હતી. કાર સોમપુરામાં આવેલા સબ રજીસ્ટ્રાર ઓફિસની બહાર ઉભી હતી. સરજાપુર પોલિસે આ મામલે કેસ દાખલ કરી આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે. 

આખી ઘટનાના સીસીટીવી ફુટેઝ સામે આવ્યા છે, તેમા જોઈ શકાય છે કે બે યુવકો પાર્કિંગમાં ઉભેલી કારની પાસે તેમનું બાઈક ઉભુ રાખે છે અને ત્યાર બાદ એક યુવક બાઈકમાંથી નીચે ઉતરે છે અને તે BMW X5 કારનો કાચ તોડીને યુવક અંદર ઘુસે છે અને કારમા રાખેલા 13 લાખ રુપિયા ઉઠાવી બન્ને શખ્સો ગણતરીની સેંકડોમાં ફરાર થઈ ગયા હતા.


Google NewsGoogle News