Get The App

પેટાચૂંટણીમાં પરાજય થતાં ભાજપે ગરબડીના આરોપો શરૂ કર્યા, કહ્યું- ચૂંટણી પંચે પણ ધ્યાન ન આપ્યું

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
Sukanta Majumdar


By Election Results : લોકસભાની ચૂંટણી પછી 7 રાજ્યોમાં 13 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામો આજે સામે આવ્યા છે. આ પરિણામોમાં I.N.D.I.A.નું ધમાકેદાર પ્રદર્શન જોવા મળ્યું છે, જેની સામે ભાજપને ભારે નુકસાન થયું છે. આ 13માંથી 10 બેઠક  I.N.D.I.A. ના ફાળે ગઈ છે, તો માત્ર બે જ સીટ ભાજપના ભાગમાં આવી છે. એક સીટ પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની TMCએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તમામ બેઠકો પર TMCની જીત થઈ છે ત્યારે ભાજપે આરોપ લગાવ્યો છે કે પેટાચૂંટણીમાં ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને ચૂંટણી પંચે પણ ભાજપની ફરિયાદો પર ધ્યાન આપ્યું નથી. 

ભાજપનો ગંભીર આરોપ 

પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સૂકાંત મજૂમદારે કહ્યું હતું, કે 'પેટાચૂંટણીમાં જે સત્તારૂઢ પક્ષ હોય તેને ફાયદો મળે છે. વોટના નામે ષડ્યંત્ર રચવામાં આવ્યું છે. બંગાળમાં આવું થયા કરે છે. કોઈ બૂથ પર ભાજપને ત્રણ વોટ મળ્યા છે, કોઈ બૂથ પર માત્ર પાંચ વોટ મળ્યા છે, આવું લોકતંત્રમાં શક્ય જ નથી. અમે ચૂંટણી પંચને અગાઉ પણ ફરિયાદો કરી હતી, પણ તેમણે કોઈ એક્શન લીધા નહીં. જો દેશમાં આ રીતે ચૂંટણી યોજાશે તો આવું જ થશે.'  

બંગાળમાં TMCનું ક્લીન સ્વીપ 

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી ચારેય બેઠક જીતી લીધી છે. રાનાઘાટથી ટીએમસીના મુકુટ મણી અધિકારી, રાયગંજથી ટીએમસીના કૃષ્ણા કલ્યાણી, બાગદાથી ટીએમસીના મધુપૂર્ણા ઠાકુરે જીત હાંસલ કરી છે. 


Google NewsGoogle News