છત્તીસગઢમાં દારૂગોળાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, એકનું મોત, 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Bemetara Factory Blast: છત્તીસગઢના બેમેતેરા જિલ્લામાં એક દારૂગોળાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી અનુસાર દારૂગોળાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ અનેક લોકો કાટમાળ નીચે પણ દટાઈ ગયેલા હોવાનું મનાય છે. આ ઘટના બેરલા બ્લોકના બોરસીમાં બની હોવાના અહેવાલ છે.
#WATCH | Raipur, Chattisgarh: On blast at an explosive factory in Bemetra, Assistant Professor, Dr Bhim Rao Ambedkar Memorial Hospital, Dr Shivam Patel says, "Total seven patients were brought...Out of which one was brought dead, the rest six patients are undergoing… pic.twitter.com/UPNeEcuUUl
— ANI (@ANI) May 25, 2024
પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી
આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ ફેક્ટરીમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર માટે રાયપુર લઈ જવામાં આવ્યા છે.
હાલ વિસ્ફોટના કારણની તપાસ કરવામાં આવી રહી છે
હાલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. લોકોને વિસ્ફોટ થયો તે વિસ્તારથી દૂર કરવામાં આવી રહ્યા છે. બેમેતરા આ દારૂગોળાની ફેક્ટરી ખુબ જ વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.