Get The App

મુંબઈમાં દબાણ કરી લેશે ગુજરાતીઓ, આ ચૂંટણી મહારાષ્ટ્ર બચાવવાની લડત: સંજય રાઉતના નિવેદન પર વિવાદ નક્કી

Updated: Nov 19th, 2024


Google News
Google News
મુંબઈમાં દબાણ કરી લેશે ગુજરાતીઓ, આ ચૂંટણી મહારાષ્ટ્ર બચાવવાની લડત: સંજય રાઉતના નિવેદન પર વિવાદ નક્કી 1 - image


Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે બુધવારે (20 નવેમ્બરે) મતદાન થવાનું છે. રાજ્યની તમામ 288 વિધાનસભા બેઠક પર એકસાથે મતદાન થશે. જોકે, તે પહેલાં હવે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ચૂક્યો છે. વળી, મતદાનના એક દિવસ પહેલાં શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. સંજય રાઉતે કહ્યું કે, કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા ઈચ્છે છે. આ લડાઈ મહારાષ્ટ્રને ગુજરાતીઓના અતિક્રમણથી બચાવવાની છે. ગુજરાત અને દિલ્હીથી મોકલવામાં આવેલા ભાજપના કાર્યકર્તાઓનો ઉલ્લેખ કરતાં રાઉતે કહ્યું કે, આ લોકો ચૂંટણીને પ્રભાવિત કરશે. 

ચૂંટણીને પ્રભાવિત કરશે ભાજપ કાર્યકર્તા

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી પહેલાં સંજય રાઉતે કેન્દ્ર સરકાર અને ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં મીડિયાકર્મી સાથે વાત કરતા રાઉતે કહ્યું કે, કાલે યોજાઈ રહેલી મહારાષ્ટ્ર ચૂંટણીને ગુજરાત અને દિલ્હીથી મોકલવામાં આવેલા ભાજપ કાર્યકર્તા પ્રભાવિત કરશે. ભાજપ નેતા પંકજા મુન્ડેના નિવેદનને ટાંકતા કહ્યું કે, હવે મહારાષ્ટ્રમાં અદાણી બાદ બાકીના ગુજરાતીઓનું પણ દબાણ વધશે. આ જ કરવાના ઈરાદાથી કાર્યકર્તાઓને અહીં મોકલવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ મણિપુરમાં 19 મહિનાથી હિંસા રોકવામાં સરકાર નિષ્ફળ, નિર્દોષો બન્યા ભોગ: RSSએ ઝાટકણી કાઢી

મહારાષ્ટ્રને ગુજરાતીઓના અતિક્રમણથી બચાવવાની લડાઈ

શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે આગળ કહ્યું કે, મુંબઈમાં દરેક બૂથ પર 90 હજાર ગુજરાત લોકો રહેશે, કારણકે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા ઈચ્છે છે. પહેલાં અદાણી આવ્યા, બાદમાં બાકીના ગુજરાતીઓ પણ દબાણ કરશે. હવે આ લડાઈ મહારાષ્ટ્રને ગુજરાતીઓ દ્વારા કરવામાં આવતા દબાણથી બચાવવાની છે. સત્તા આવતી-જતી રહેશે. અમે લડીશું અને જીતીશું પણ, કોઈ ભલે કંઈપણ કહે. 

આ પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણી: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પ્રચારના પડઘમ શાંત, આવતીકાલે થશે મતદાન

20 નવેમ્બરે થશે મતદાન

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં શનિવારે જ મતદાન થવાનું છે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર બંધ થઈ ચુક્યો છે. એવામાં મતદાન પહેલાં સંજય રાઉતના આ નિવેદનથી રાજકીય માહોલ ગરમાય છે. રાઉતે કેન્દ્ર સરકારની સાથોસાથ ભાજપ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. મતદાન બાદ મતોની ગણતરી 23 નવેમ્બરે થશે અને આ દિવસે જ પરિણામ પણ જાહેર કરવામાં આવશે.


Tags :
MaharashtraMaharashtra-ElectionSanjay-Raut

Google News
Google News