પેટ્રોલ પંપ પર ફયૂઅલ ભરાવતી વખતે આટલું ધ્યાન જરુર રાખો, મીટર રિડિંગમાં જીરો જોવો પુરતો નથી

પેટ્રોલની ડેન્સિટી ૭૩૦ થી ૮૦૦ કિલોગ્રામ પ્રતિ કયૂબિક મીટર હોવી જરુરી છે

ડેન્સિટીના આધારે જે ફયૂઅલમાં કોઇ ભેળસેળ નથી ને તે જાણી શકાય છે.

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
પેટ્રોલ પંપ પર ફયૂઅલ ભરાવતી વખતે આટલું  ધ્યાન જરુર રાખો, મીટર રિડિંગમાં જીરો જોવો પુરતો નથી 1 - image


નવી દિલ્હી, 3 એપ્રિલ,2024,બુધવાર 

પેટ્રોલ પર ફયૂઅલ ભરાવતા સમયે દરેકનો એક કોમન અનુભવ હોય છે તેમને મીટર રીડિંગના જીરો જોવા એટેન્ડન્ટસ દ્વારા જણાવવામાં આવે છે. દરેક ગ્રાહકને એવી ચિંતા રહેતી હોય છે કે કયાંક મોંઘુદાટ પેટ્રોલ ઓછું ના આવે અને પૈસા વધારે આપવાના ના થાય. ગ્રાહક તરીકે આ જાગૃતિ હોવી જરુરી છે પરંતુ આના કરતા પણ એક મહત્વની બાબત છે  છે ડેન્સ્ટી જે પેટ્રોલની શુધ્ધતા સાથે જોડાયેલી છે. 

કોઇ પણ પદાર્શ કે પ્રવાહીના ઘનત્વને ડેન્સિટી કહેવામાં આવે છે. દરરોજ પેટ્રોલ પંપ દ્વારા ડેન્સિટી તપાસીને અપડેટ મુકવામાં આવે છે. ડેન્સિટી યોગ્ય માપમાં હોવી જરુરી છે જે સરકાર દ્વારા નકકી કરવામાં આવે છે. ડેન્સિટીના આધારે જે ફયૂઅલમાં કોઇ ભેળસેળ નથી ને તે જાણી શકાય છે. પેટ્રોલની ડેન્સીટી ૭૩૦ થી ૮૦૦ કિલોગ્રામ પ્રતિ કયૂબિક મીટર નકકી કરવામાં આવી છે. જયારે ડીઝલ માટે ૮૩૦ થી ૯૦૦ કિલોગ્રામ નકકી કરવામાં આવી છે. 

પેટ્રોલ પંપ પર ફયૂઅલ ભરાવતી વખતે આટલું  ધ્યાન જરુર રાખો, મીટર રિડિંગમાં જીરો જોવો પુરતો નથી 2 - image

પેટ્રોલમાં ૭૩૦ થી ઓછી અને ૮૦૦ કરતા વધારે હોયતો તે ગરબડવાળું માનવામાં આવે છે. પેટ્રોલ અને ડિઝલમાં ઓછા થી વધુના આંકડામાં જે તફાવત જોવા મળે છે તેનું કારણ તાપમાન છે. ડેન્સિટી ચેક કરવા માટે કયાંય જવાની જરુર નથી. પેટ્રોલ ભરનારા મશીન પર જ ડિસપ્લે છે જેના પર મોટા ભાગનાનું ધ્યાન જતું નથી. જો તમે ફયૂઅલનું બિલ લો તો પણ તેમાં પણ ફયૂઅલની કિંમત અને વોલ્યૂમ સાથે ડેન્સિટી લખેલી હોય છે. 

કયારેક ડેન્સિટીની ડિટેઇલ ડિસ્પલે પર અસ્પષ્ટ રીતે હોય છે આવા સમયે ફિલ્ટર પેપરની મદદથી ડેન્સિટીની તપાસ કરી શકાય છે. આ ફિલ્ટર પેપર કયાંય લેવા જવાની જરુર નથી ગ્રાહકને પેટ્રોલવાળાએ જ આપવું પડે છે. કન્ઝયૂમર પ્રોટેકશન એકટ ૧૯૮૬ હેઠળ ગ્રાહકને પેટ્રોલની શુધ્ધતા માપવાનો એકટ છે. હાઇડ્રો મીટર કોઇ પણ પ્રવાહીની ડેન્સિટી માપવા માટે શ્રેષ્ઠ ગણાય છે.


Google NewsGoogle News