VIDEO : બાથરુમમાં ગીઝર હોય તો સાવધાન! સ્વિચ ઑન કરતા જ અચાનક થયો બ્લાસ્ટ
નવી દિલ્હી,તા. 6 નવેમ્બર 2023, સોમવાર
ગુજરાત સહિતના રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ઘરોમાં નહાવા અને વાસણ ધોવા સહિત ઘણા પ્રકારના રોજિંદા કામ માટે ગરમ પાણીની જરૂર પડે છે. આ માટે વોટર હીટર સારો વિકલ્પ છે. નવેમ્બરના અડધા પછી દેશના મોટાભાગના ભાગોમાં ખૂબ જ ઠંડી વદી ઘઇ છે. ઘણા લોકો આ ઠંડીમાં નહાવાનું ઓછું કરે છે. પહેલાના સમયમાં લોકો ગેસના ચૂલા પર પાણી ગરમ કરતા હતા. આ પછી લોખંડના સળિયાનો ટ્રેન્ડ આવ્યો. હવે મોટાભાગના ઘરોમાં ગીઝર લગાવવામાં આવ્યા છે. હાલમાં જ ગીઝરમાં વિસ્ફોટનો વીડિયો સામે આવ્યો છે.
જોરદાર વિસ્ફોટ
એક યુવતીએ તેના ઘરમાં થયેલા ગીઝર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. યુવતીએ અન્ય લોકોને ચેતવણી આપી હતી કે, જો તેઓ તેમના ઘરના બાથરૂમમાં ગીઝર ઓન કરીને નહાવા જાય છે તો તેમણે આવું કરવાનું બંધ કરી દેવું જોઈએ.
ગીઝર ઓન કરીને નહાવવા ના જવુ
આ યુવતીએ કારણ જણાવતા કહ્યું કે, કેવી રીતે બાથરૂમમાં ગીઝર ચાલુ કરતાની સાથે જ ધડાકા સાથે વિસ્ફોટ થયો. આ સાથે ઉકળતું પાણી આખા બાથરૂમમાં ફેલાઈ ગયું.
છોકરીએ કહ્યું, જો તમે ગીઝરનો ઉપયોગ કરો છો તો બાથરૂમ જતા પહેલા તેને સ્વીચ ઓફ કરી દો. ગીઝરનું પાણી માત્ર દસ મિનિટમાં ગરમ થઈ જાય છે. આવી સ્થિતિમાં, અંદર જતા પહેલા પાણીને ઉકાળો અને અંદર જતા પહેલા તેને બંધ કરો. આ તમને કોઈપણ પ્રકારના અકસ્માતથી બચાવશે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ધડાકા સાથે ગીઝર ફાટ્યું અને આગ અને ઉકળતું પાણી ચારે બાજુ ફેલાઈ ગયું. શિયાળામાં શેર કરવામાં આવેલો આ વીડિયો ઘણા લોકોને ચેતવણી આપવા માટે શેર કરવામાં આવ્યો હતો.