સાબદા રહેજો, એપ્રિલથી જૂન સુધી કાળ ઝાળ ગરમીના એંધાણ, ઠેર ઠેર તાપમાનનો પારો ઉંચો રહેશે
પ્રશાંત ક્ષેત્રમાં મધ્યમ પ્રકારના અલનીનોની સ્થિતિ જળવાઇ રહી છે.
લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહેવાની સંભાવના છે.
નવી દિલ્હી, ૨ એપ્રિલ,૨૦૨૪, મંગળવાર
ભારતના મૌસમ વિજ્ઞાન વિભાગ (આઇએમડી)એ એપ્રિલથી જુન દરમિયાન ભીષણ ગરમી પડવાની સાથે હિટવેવના દિવસોમાં વધારો થવાની ચેતવણી આપી દીધી છે. આ સાથે જ વર્ષ ૨૦૨૪ના વર્ષનો ઉનાળો આકરો રહેવાની શકયતા છે. અતિ ગરમીના લીધે હવામાનમાં નાટયાત્મક પલટો આવવાથી કયાંક વરસાદ પણ પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા ૨૦૨૪નું તાપમાન અને વરસાદ અંગેનો માસિક આઉટલૂક પણ બહાર પાડવામાં આવ્યો છે.
હવામાન વિભાગના મહા નિર્દેશકે જણાવ્યું હતું કે એપ્રિલથી જૂન દરમિયાન તાપમાન સામાન્ય કરતા ઘણું ઉપર રહેવાની શકયતા છે. આ ઉપરાંત પૂર્વ અને ઉત્તર-પૂર્વના ભારતના કેટલાક ભાગોમાં ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્યથી થોડું નીચું પણ જોવા મળશે. જયારે દેશના મોટા ભાગમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતા ઉપર રહેવાની આશંકા છે.
દક્ષિણ પ્રાયદ્વીપ,મધ્ય ભારત, પૂર્વી ભારત અનપ્રશાંત ક્ષેત્રમાં મધ્યમ પ્રકારના અલનીનોની સ્થિતિ જળવાઇ રહી છે. ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભાગમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહેવાની સંભવના છે. મૌસમ વિભાગ માને છે કે વર્ષની શરુઆતથી જ અલ નીનોની સ્થિતિ નબળી પડી ગઇ છે અને વર્તમાનમાં ભૂમધ્યરેખાના પ્રશાંત ક્ષેત્રમાં મધ્યમ પ્રકારના અલનીનોની સ્થિતિ જળવાઇ રહી છે.
મોટા ભાગના ભૂમધ્યરેખાના પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સુપાટીનું તાપમાન (એસએસટી) કરતા વધુ ગરમ છે. નવા પૂર્વાનુમાન અનુસાર આગામી સીઝન દરમિયાન અલ નીનોની સ્થિતિ નબળી પડશે તેમ છતાં તટસ્થ રહેવાની છે. મોડલ મોન્સૂન દરમિયાન લા નીના ઉત્પન્ન થવાનો પણ અણસાર આપે છે.