મોદી સરકારના મંત્રીની ચમચાગીરીમાં BCCLના GM ભાન ભૂલ્યાં, જૂતા ઉતારી નાડુ પણ બાંધી આપ્યું
BCCL GM : ક્યારેક ક્યારેક કોઈ અધિકારી ચમચાગીરી કરવામાં એટલી હદે ભાન ભૂલી જાય છે કે તેમને પોતાના હોદ્દાનું પણ ભાન રહેતું નથી. આવું જ થયું BCCL ના GM એટલે કે જનરલ મેનેજર સાથે. ઘટના અનુસાર મોદી સરકારના કોલસા વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી સતીશ ચંદ્ર દુબે રવિવારે ધનબાદની મુલાકાતે પહોંચ્યા હતા.
શું બની ઘટના?
આ દરમિયાન મંત્રી સતીશ ચંદ્ર મુનિડીહ અંડર ગ્રાઉન્ડ માઈન્સનું નિરીક્ષણ કરવા ગયા હતા. અંડર ગ્રાઉન્ડથી બહાર આવ્યા બાદ તે જીએમની ઓફિસના વેઈટિંગ રૂમમાં પહોંચ્યા હતા. અહીં જનરલ મેનેજર અરિંદર મુસ્તફીએ જાતે જ કેન્દ્રીય રાજ્યમંત્રી સતીશ ચંદ્રના જૂતા ઉતાર્યા. મંત્રીના પગમાંથી જૂતા ઉતાર્યા બાદ તેમણે પોતાના હાથે ઊંચકીને બીજાને લઈ જવા આપ્યા.
જીએમ અને મોદી સરકારના મંત્રી બંને ઘેરાયા
આ દરમિયાન મંત્રીના પાયજામાનું નાડુ ઢીલું થઇ ગયું હતું. જેના બાદ ખુદ બીસીસીએલના અધિકારીએ મંત્રીના પાયજામાનું નાડુ બાંધ્યું હતું. મંત્રીની આ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ કૃત્ય બદલ મંત્રીની ક્લાસ લગાવી રહ્યા છે અને સાથે જ લોકોએ જીએમની ચાપલૂસી સામે પણ સવાલો ઊઠાવ્યા હતા.