કોહલી, રોહિત, જાડેજા અને અશ્વિન: ચાર દિગ્ગજ ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહીની તૈયારીમાં BCCI
BCCI To Take Big Step On Virat Kohli Rohit Sharma: ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 3 મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમે 3-0થી શરમજનક હારનો સામનો કર્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતે હારની જવાબદારી લીધી છે. ભારતીય ટીમની આ હારથી કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત અન્ય દિગ્ગજ ખેલાડીઓના પર્ફોર્મન્સ પર સવાલો ઊભા થયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ આ દિગ્ગજ ખેલાડીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના મૂડમાં જોવા મળ્યું છે.
ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પોઝિશન પરથી દૂર થઈ છે. તેમજ ફાઈનલમાં જવાની તક પણ ગુમાવી શકે છે. ભારતીય ટીમ હવે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમવા ઓસ્ટ્રેલિયા જઈ રહી છે.
આ પણ વાંચોઃ IPL 2025માં આ ટીમનો કેપ્ટન બનવાની તૈયારીમાં છે શ્રેયસ અય્યર, એટલે જ છોડ્યો KKRનો સાથ
દિગ્ગજ ખેલાડીઓની આ છેલ્લી મેચ?
ન્યૂઝીલેન્ડમાં ખરાબ રીતે પરાજય થયા બાદ ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓ માટે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ આખરી મેચ હોઈ શકે છે. આ સીરિઝ કેપ્ટન રોહિત, કોહલી, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન માટે આખરી ટેસ્ટ મેચ બની શકે છે. રોહિતે આ હારનો ટોપલો પોતાનો માથે ઓઢી લેતાં કહ્યું કે, હું આગામી સમય માટે કઈ કહીશ નહીં. અમે હવે આગામી સીરિઝ પર ફોકસ કરી રહ્યા છીએ. આ સીરિઝ મારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
આ ચારેય દિગ્ગજો માટે આરપારની લડાઈ
બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું કે, 'આ મેચનો રિવ્યુ ચોક્કસપણે લેવામાં આવશે. ભારતીય ટીમ 10 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થશે. પોતાના હોમ ગ્રાઉન્ડમાં જ ન્યૂઝીલેન્ડ સામે આ કારમી હારને ધ્યાનમાં લેવાશે. જો ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં યોજાનારી WTC ફાઈનલ માટે ક્વોલિફાય નહીં થઈ શકે તો એક વાત સ્પષ્ટ થઈ જશે કે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ચાર સિનિયર ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે નહીં. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 5 મેચની ટેસ્ટ સિરિઝમાં ભારતે 4-0થી જીત હાંસલ કરવી પડશે. જો એક પણ મેચમાં હારનો સામનો કર્યો તો તે WTCમાંથી આઉટ થઈ જશે.