BCCI Awards 2023 : ગિલ, શમી સહિત આ ખેલાડીઓને એવોર્ડ, કોહલી-શર્માનું હજુ નામ નહીં

BCCIએ વાર્ષિક એવોર્ડની જાહેરાત કરી, મયંક અગ્રવાલને પણ એવોર્ડ

કોરોનાના કારણે 2019 બાદ પ્રથમવાર એવોર્ડ સમારોહ યોજાયો

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
BCCI Awards 2023 : ગિલ, શમી સહિત આ ખેલાડીઓને એવોર્ડ, કોહલી-શર્માનું હજુ નામ નહીં 1 - image


BCCI Awards 2023 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વાર્ષિક એવોર્ડની જાહેરાત કરી છે. કોરોનાના કારણે 2019 બાદ પ્રથમવાર સન્માન સમારોહ યોજાયો છે, જેના કારણે ત્રણ વર્ષના ગાળાને ધ્યાને રાખી ખેલાડીઓને જુદા જુદા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

શાસ્ત્રી, ગિલ, બુમરાહ, શામી, અશ્વિનને એવોર્ડ

પૂર્વ ભારતીય દિગ્ગજ રવિ શાસ્ત્રી (Ravi Shastri)ને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ-2023થી સન્માનિત કરાયા છે. ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill)ને 2022-23નો ઈન્ટરનેશનલ ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડ એનાયત કરાયો છે. 2021-22 માટેનો ઈન્ટરનેશનલ ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ને અપાયો છે. બીસીસીઆઈએ ફારૂખ એન્જિનિયરનું 2019-20 માટેના કર્નલ સી.કે.નાયડૂ લાઈફ ટાઈમ એવોર્ડથી સન્માન કર્યું છે. મોહમ્મદ શામી (Mohammed Shami) અને આર.અશ્વિન (Ravichandran Ashwin)ને ક્રિકેટક ઑફ ધ યર એવોર્ડ એનાયત કરાયો છે.

સરફરાજ, મયંકનું પણ સન્માન

મયંક અગ્રવાલ (Mayank Agarwal) અને સરફરાજ ખાન (Sarfaraz Khan)નું પણ ખાસ એવોર્ડથી સન્માન કરાયું છે. 2021-22માં રણજી ટ્રોફીમાં સરફરાજે સૌથી વધુ રન કર્યા હતા, તે બદલ તેને માધવરાવ સિંધિયા એવોર્ડ, 2022-23ની સિઝન માટે મયંકને તેમજ 2019-20 સીઝન માટે રાહુલ દલાલને આ એવોર્ડ એનાયત કરાયો છે.

2023માં ગિલની શાનદાર સફર

શુભમન ગિલ 2023માં સૌથી સફળ ક્રિકેટર સાબિત થયો છે. તેણે એક કેલેન્ડર વર્ષમાં વન-ડે ફોર્મેટમાં 5 સદી ઉપરાંત વન-ડેમાં સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. તેણે 2023માં કુલ 29 વનડેમાં 63.39ની સરેરાશથી 1584 રન બનાવ્યા હતા, જેમાં તેણે 5 સદી અને 9 અડધી સદી નોંધાવી હતી. જ્યારે તેનો 2023નો શ્રેષ્ઠ સ્કોર 208 રન છે. ગિલે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન ફટકારવા મામલે વિરાટ કોહલી (Virat Kohli) (1377 રન) અને રોહિત શર્મા (Rohit Sharma) (1255 રન)નો રેકોર્ડ તોડ્યો હતો.

.


Google NewsGoogle News