'બીજા છોકરાઓ જોડે વાત કરતી એટલે પસંદ નહોતું....' BCA સ્ટુડન્ટની દુષ્કર્મ બાદ હત્યાથી ખળભળાટ
BCA student raped and murder: કાનપુરમાં કરાચીખાનાના ગગન સાગર હોટલમાં શનિવારે BCA સ્ટુડન્ટની દુષ્કર્મ બાદ હત્યાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસે જણાવ્યું કે હત્યાનો આરોપી પ્રિયાંશુ અને વિદ્યાર્થીનીનું ઘર થોડા જ અંતરે આવેલું છે. પ્રિયાંશુ ચાર વર્ષથી વિદ્યાર્થીનીને જાણતો હતો. હત્યાકાંડને અંજામ આપ્યા બાદ જ્યારે તે ગોવિંદ નગર પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા માટે પહોંચ્યો તો તેની વાત સાંભળીને પોલીસ પણ શખ્તીમાં આવી ગઈ. પૂછપરછ દરમિયાન પોલીસને યુવકે જણાવ્યું કે, વિદ્યાર્થીની નજીકના જ મોહલ્લામાં એક ઈન્સ્ટિટ્યૂટથી બીસીએ કરતી હતી. ત્યાં તેમની અનેક છોકરાઓ સાથે મિત્રતા થઈ ગઈ અને આ બાબત મને પસંદ નહોતી. તેને ઘણી વખત ફોન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ મોટાભાગે તેનો ફોન વ્યસ્ત આવતો હતો. તે મારો ફોન પણ કટ કરી નાખતી હતી. અમારા બંનેના ફેમિલી બેકગ્રાઉન્ડમાં પણ ઘણું અંતર હતું.
પૂછપરછ દરમિયાન પ્રિયાંશુએ જણાવ્યું કે મને એમ લાગતું હતું કે વિદ્યાર્થીની મને ઈગનોર કરી રહી છે. તે હંમેશા અન્ય છોકરાઓ સાથે વાતચીત કરતી હતી. પ્રિયાંશુને શંકા હતી કે વિદ્યાર્થીની અન્ય કોઈ છોકરા સાથે પણ વાતચીત કરી રહી છે તેના કારણે તે ખાર રાખીને બેઠો હતો. હત્યા કરતી વખતે તેણે એટલી ક્રૂરતા કરી કે વિદ્યાર્થીની શ્વાસ નળી કાપી નાખી.
જે કર્યું તેનો કોઈ પસ્તાવો નથી
હત્યાને અંજામ આપ્યા બાદ પ્રિયાંશુ ગોવિંદ નગર પોલીસ સ્ટેશનમાં સાંજે 5:30 વાગ્યે પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પહોંચીને તેણે પોલીસ કર્મચારીઓને જણાવ્યું કે મેં BCA વિદ્યાર્થીનીની હત્યા કરી નાખી છે અને તેનો મૃતદેહ ગગન સાગર પટેલના રૂમ નંબર 402માં પડ્યો છે. તેનું મૃત્યુ થઈ ગયું છે. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું કે મને તેના મૃત્યુનો કોઈ પસ્તાવો નથી. જે કરી નાખ્યું તે કરી નાખ્યું, હવે તે પાછી આવવાની નથી. પોલીસ મારા પરિવારજનોને હેરાન ન કરે એટલા માટે હું પોતાને સેરેન્ડર કરવા આવ્યો છું. ગોવિંદ નગર પોલીસ સ્ટેશનમાં એસીપી બાબુ પુરવા અંજલી વિશ્વકર્મા અને ઈન્સ્પેક્ટર પ્રદિપસિંહે પૂછપરછ કરી છે.
થર્મોકોલ કટરથી હત્યાને આપ્યો અંજામ
પૂછપરછમાં પ્રિયાંશુ એ પોલીસને જણાવ્યું કે વિદ્યાર્થીને અન્ય છોકરાઓ સાથે વાતચીત કરવા માટે ઈનકાર કર્યો હતો પરંતુ તેમ છતાં તેણે મારી વાત ન માની. એટલા માટે હું તેનાથી ખૂબ નારાજ હતો. આ જ ખારમાં મેં તેની હત્યાની યોજના બનાવી અને હત્યાકાંડને અંજાર આપ્યો. વિદ્યાર્થીની પોતાના ઘરથી ઇન્સ્ટિટયૂટ જવાનું કહીને નીકળી હતી પરંતુ તે ઈન્સ્ટિટયૂટ ન પહોંચી. પ્રિયાંશુ તેને મીઠી-મીઠી વાતો કહીને પોતાની સાથે બાઈક પર બેસાડી સીધો હોટલમાં લઈ ગયો. ત્યારબાદ તેણે પોતાનો અને વિદ્યાર્થીનીનો મોબાઇલ બંધ કરી નાખ્યો. અને પછી તેણે થર્મોકોલ કટરથી અનેક વખત તેનું ગળા પર ઘા કર્યા અને તેને મોતને ઘાટ ઉતારી દીધી. ત્યારબાદ પોતાના મોબાઈલ ઓન કરી નાખ્યો.
જ્યારે 4:00 વાગ્યા સુધી વિદ્યાર્થીની ઘરે ન પહોંચી તો તેમના પરિવારજનોએ તેમને ફોન કર્યો પરંતુ તેનો ફોન બંધ હતો. લાંબા સમય સુધી તેને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ક્યાંય ન મળી. દીકરીના મિત્રો અને ઓળખીતાઓ સાથે પણ સંપર્ક કર્યો પરંતુ તેમને પણ તેમના વિશે કંઈ ખબર નહોતી. ત્યારબાદ પ્રિયાંશુએ એક યુવકને હત્યા કરવાની જાણકારી આપી. ત્યારબાદ તે યુવકે વિદ્યાર્થીનીની માતાને હોટલમાં મૃતદેહ પડ્યો હોવાની જાણકારી આપી. પ્રાત માહિતી પ્રમાણે વિદ્યાર્થીનીના પરિવારજનોએ પ્રિયાંશુની ફરિયાદ તેમના ઘરના લોકોને કરી હતી પરંતુ તેમ છતાં તે પોતાની હરકતોથી બાજ ન આવ્યો.
કરાચી ખાનાબજાર સ્થિત હોટલમાં વિદ્યાર્થીનીની હત્યા કરી નાખવામાં આવી છે તેમ છતાં ફીલખાના પોલીસને તેની ભનક પણ ન લાગી. જો પ્રિયાંશુ ગોવિંદ નગર પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા ન ગયો હોત તો આ ઘટનાની આટલી જલ્દી જાણ ન થઈ હોત.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં શરમજનક ઘટના! એક જ દિવસમાં બે સગીરાને પીંખી નખાઈ, એકની હત્યા કરાઈ
હત્યા કર્યા બાદ પ્રિયાંશુ હોટલમાં સ્નાન કર્યું. હોટલના રૂમમાં પડેલું લોહી સાફ કર્યું. રૂમ નંબર 402ના ચારે ખૂણામાં લોહી જ લોહી પડ્યું હતું. બીજી તરફ બાથરૂમમાં પણ ખૂબ લોહી વહી રહ્યું હતું. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે પહોંચીને કટર સહિત 12 સેમ્પલ તપાસ માટે એકઠા કર્યા છે.
600 રૂપિયામાં બુક કરાવ્યો હતો રૂમ
અત્યારના આરોપી પ્રિયાંશુના મનમાં વિદ્યાર્થીની સાથે બદલો લેવાનો ભૂત સવાર હતો. તેણે એક દિવસ પહેલા શુક્રવારે પણ હોટલ બુક કરાવી હતી એ દિવસે તે વિદ્યાર્થીનીને ન લઈ જઈ શકતા તેના ઈરાદા પર પાણી ફરી વળ્યું હતું.આગામી દિવસે તે વિદ્યાર્થીનીને લઈને પહોંચ્યો અને પોતાનો આધારકાર્ડ જમા કરાવ્યો તથા 600 રૂપિયામાં રૂમ બુક કરાવ્યો. આ હોટલ મૂળ રૂપે ઉન્નાવના નિવાસી ટીન્કુ તિવારીની હોવાની માહિતી મળી રહી છે.