VIDEO: 1.5 લાખ કિ.મી. બાઇક ચલાવી મહાકુંભ પહોંચ્યા 'બવંડર બાબા', જાણો કેવી રીતે લીધો સંન્યાસ?
Bawandar Baba Bike Tour : પ્રયાગરાજ ખાતે મહાકુંભ 2025માં સંતો-મહંતો આવ્યા છે. ત્યારે એક સંત કેસરિયા રંગના બાઇક પર ઝંડા અને જનજાગૃતતાનો સંદેશ ફેલાવતાં મહાકુંભ ખાતે પહોંચ્યા છે. આ સંતને બવંડર બાબાના નામથી ઓળખવામાં આવે છે. બવંડર બાબા બાઇક પર અંદાજે 1.15 લાખ કિલોમીટરનો પ્રવાસ કરીને 25 રાજ્યોમાં જનજાગૃતિ આપીને મહાકુંભ પહોંચ્યા.
1.5 લાખ કિ.મી. બાઇક પર મહાકુંભ પહોંચેલા બાબાએ શું કહ્યું?
પ્રયાગરાજ મહાકુંભ ખાતે 1.5 લાખ કિ.મી. બાઇક ચલાવીને પહોંચેલા બવંડર બાબાનું કહેવું છે કે, 'મારું નામ અને પ્રચારનો વિષય બવંડર મચાવનારો છે.' આ બાબા હિંદુ આસ્થાના પ્રતિક દેવી-દેવતાઓના ચિત્રને કચરામાં ન નાખવા અંગે લોકોમાં જાગૃતતા ફેલાવી રહ્યા છે. એમનું કહેવું છે કે, ધર્મમાં ઉપાસકોની મૂર્તિઓનું વિસર્જન કરવાની પદ્ધતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: VIDEO: મંદિરના ઉત્સવમાં હાથીએ તોફાન મચાવ્યું, માણસોને રમકડાંની જેમ ઉછાળ્યાં, 20ને ઈજા
મૂળ મધ્યપ્રદેશના વિનોદ સનાતનીએ 14 વર્ષની ઉંમરે સંન્યાસ લીધો હતો. ત્યારથી તેઓ જનકલ્યાણના સંદેશ આપી રહ્યા છે. ભ્રમણ દરમિયાન વિનોદ સનાતનીને જોવા મળ્યું હતું કે, હિંદુ દેવી-દેવતાના ચિત્ર અને પ્રતિમાની પૂજા કર્યા બાદ લોકો કચરામાં ફેંકી દે છે. આ ઉપરાંત, કેલેન્ડરમાં દર્શાવાતા ભગવાનના ચિત્રોને ગંદકીવાળી જગ્યાએ નાખી દેવાય છે. આ બધી ઘટના બાદ વિનોદ સનાતનીએ દેશભરમાં ભ્રમણ કરીને લોકોને જાગૃત કરવાનું કાર્ય ઉપાડ્યું. જેમાં તેમને ઉજ્જૈનથી જનજાગૃતિ અભિયાનની શરુઆત કરી હતી.
આ પણ વાંચો: સંભલ મંદિર-મસ્જિદ વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય, જિલ્લા કોર્ટની સુનાવણી પર લગાવી રોક
દેશના 25 રાજ્યોમાં બાઇકથી યાત્રા કરી
હિંદુ ધાર્મિક ગ્રંથોમાં દેવતાઓની મૂર્તિઓ, ચિત્રો અને ધાર્મિક વિધિઓમાં ત્રણ પ્રકારના વિસર્જનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ. બવંડર બાબાએ અત્યાર સુધીમાં 12 જ્યોતિર્લિંગ, 29 શક્તિપીઠો સહિત દેશના 25 રાજ્યોમાં બાઇકથી યાત્રા કરી છે. બાઇક યાત્રા પર નીકળેલા બાબા તેમના રહેવા, ભોજન, આરામ અને પૂજા કરવાની વસ્તુઓ સાથે રાખતા હતા અને જ્યાં જ્યાં જતા ત્યાં લોકોને જાગૃત કરતા હતા.