mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બેટરી કે બૉમ્બ ? ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને ફોનના ધડાકા જાન લે છે તે માટે જવાબદાર કોણ ?

Updated: Sep 14th, 2022

બેટરી કે બૉમ્બ ? ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને ફોનના ધડાકા જાન લે છે તે માટે જવાબદાર કોણ ? 1 - image


- બેટરી ચાર્જિંગ દરમિયાન જ આગ લાગી જાય છે સ્માર્ટ ફોન હોય કે ઇલે. વ્હીકલ આગની અનેક ઘટના બને છે

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના બરેલીમાં ચાર્જિંગ દરમિયાન 'લાવા'ના એક સ્માર્ટ ફોનમાં બ્લાસ્ટ થઈ ગયો તેથી ૮ માસની એક બાળકીનું મૃત્યુ થઈ ગયું. તે પહેલા એક યુ ટયુબરે રેડ-મી ૬-એ (Redmi 6-A)  ફાટવાને લીધે પોતાના કાકીનું મૃત્યુ થયું હોવાનો આરોપ તે કંપની ઉપર લગાડયો હતો. તેલંગાણાના સિકંદરાબાદમાં તે એક ઇલેક્ટ્રિક વ્હીકલ શૉ રૂમમાં આગ લાગવાથી ૮ લોકોના મૃત્યુ થયા હતા. થોડા દિવસો પૂર્વે ચાર્જિંગ દરમિયાન ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરીમાં બ્લાસ્ટ થવાને લીધે પિતા પુત્રીના નિધન થયા હતા.

આ તો માત્ર બહાર આવેલા થોડાં ઉદાહરણો જ છે. ખરી વાત તો એ છે કે મોબાઇલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થવાની તો સેંકડો ઘટનાઓ બની છે. ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરીએ તો ઇલેક્ટ્રિક સ્કુટરથી શરૂ કરી ઇલેક્ટ્રિક SUV સુધી ઘણા વાહનો આગના ગોળામાં ફેરવાઈ ગયા હતા. જો કે તેમાં કોઈના જાન તો ગયા ન હતા.

જો કે મોટા ભાગના મામલામાં જાનમાલની ક્ષતિ જોવા મળી નથી પરંતુ બધાનું નસીબ એક સરખું હોતું નથી. આપણે જોયું કે સ્માર્ટ ફોન સાથે રમતી ૮ મહિનાની બાળકીનો જાન ગયો હતો. ટૂંકમાં બાળકી હોય કે પેલા યુ ટયુબરના કાકા હોય અથવા EV શોરૂમ ઉપરની હોટેલમાં ઉતરેલા પ્રવાસીઓ હોય તેઓને આવી ઘટનાથી જાન ગુમાવવા પડયા છે. આવી ઘટનાઓ અકાળ મૃત્યુનું કારણ બની રહે છે.

Gujarat