શપથ બાદ આ સાંસદે કહ્યું- જય હિન્દુ રાષ્ટ્ર, ગૃહમાં મચ્યો હોબાળો, જુઓ વીડિયો

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
MP chhatrapal gangwar

image Twitter 

MP Chhatrapal Gangwar said Jai Hindu Rashtra: 18મી લોકસભા સત્રના બીજા દિવસે સંસદમાં બરેલીના સાંસદ છત્રપાલ ગંગવારે આજે લોકસભાના સભ્ય તરીકે હિન્દીમાં શપથ લીધા હતા. સાંસદ ગંગવારે શપથ લીધા પછી બહાર નીકળતી વખતે એવા સૂત્રોચ્ચાર કર્યા હતા, કે જેના કારણે ગૃહમાં હોબાળો મચી ગયો હતો. શપથ લીધા બાદ ગંગવારે 'જય હિન્દુ રાષ્ટ્ર' એમ બોલ્યા હતા. ગંગવારના આ નારા બાદ વિપક્ષના સાંસદોએ સંસદમાં હંગામો મચાવ્યો હતો.

વિપક્ષે કહ્યું- આ બંધારણ વિરોધી કૃત્ય છે

બરેલીના સાંસદ છત્રપાલ ગંગવારે શપથ લીધા બાદ કહ્યું- 'જય હિન્દુ રાષ્ટ્ર, જય ભારત' કહ્યું હતુ. વિપક્ષે તેને બંધારણ વિરોધી કૃત્ય ગણાવ્યું છે. આ પહેલા ઓવૈસીના 'જય પેલેસ્ટાઈન'ના નારાથી વિવાદ પેદા કર્યો હતો.

ઓવૈસીના જય પેલેસ્ટાઈનના નારા પર પણ હંગામો મચ્યો હતો

ઓવૈસીએ 'જય પેલેસ્ટાઈન' બોલ્યા બાદ પણ વિપક્ષે આરોપો લગાવ્યા હતા. ઓવૈસીને લઈને કહેવામાં આવ્યું હતું કે, બંધારણ અને લોકતંત્રની હાકલ કરનારા ઓવૈસી માત્ર પોતાના સમુદાય પ્રત્યે વફાદારી ધરાવે છે. ઓવૈસીએ આજે ​​દેશની સંસદમાં પેલેસ્ટાઈનનો જયજયકાર કરીને પોતાની વફાદારી બતાવી હતી. 


Google NewsGoogle News