VIDEO | ટિકિટ વગરના મુસાફરને TTEએ માર્યા ધડાધડ લાફા, લોકો ભડક્યાં
વીડિયો બનાવી રહેલા મુસાફરને TTEએ ઘણાં અપશબ્દો કહ્યાં હતા
Image:Screengrab |
Barauni Lucknow Express Viral Video : ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલાંક લોકો ટિકિટ લીધા વિના યાત્રા કરતા હોય છે, જો કે તેઓ દંડ પણ ચુકવે છે. પરંતુ તાજેતરમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેનો જોઇને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક TTE ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને થપ્પડ મારતો દેખાઈ રહ્યો છે. આ વીડિયો બરૌની-લખનઉ એક્સપ્રેસનો છે.
TTEએ મુસાફરને મારી થપ્પડ
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મુસાફર પાસેથી TTE ટિકિટ માંગે છે અને તેની સાથે તેને મારી પણ રહ્યો છે. ઘણાં લોકો TTEને કહે છે કે, “સર, છોડી દો.” એક મુસાફર TTEને કહેતો પણ સંભળાઈ રહ્યો છે કે, “તમે મારી કેમ રહ્યા છો ?” જો કે TTE તમામ લોકોની વાતોની અવગણના કરીને વ્યક્તિને થપ્પડ મારતો મારતો રહે છે.
વીડિયો બનાવનાર વ્યક્તિને પણ કહ્યાં અપશબ્દો
એક મુસાફર જયારે આ ઘટનાનો વીડિયો બનાવવાનો પ્રયત્ન કર્યો તો TTE તેનો મોબાઈલ ફોન છીનવાનો પણ પ્રયત્ન કરે છે. વીડિયો બનાવી રહેલા મુસાફરને ઘણાં અપશબ્દો કહ્યાં હતા. જ્યારે વીડિયો બનાવનાર વ્યક્તિએ પોતાનો પરિચય એક પત્રકાર તરીકે આપ્યો, ત્યારે TTE તેને તેના વ્યવસાય અંગે પણ અપશબ્દો કહ્યાં હતા.