‘વડાપ્રધાન મોદીનું નવું કાશ્મીર નિષ્ફળ’, જેલમાંથી બહાર આવતા જ બારામુલા સાંસદ એન્જિનિયર રાશિદ
Baramulla MP Engineer Rashid On PM Narendra Modi : જમ્મુ કાશ્મીરની બારામુલા બેઠકના સાંસદ એન્જિનિયર રાશિદ વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યા છે. દિલ્હીની પટિયાલા કોર્ટે આતંકી ફંડિંગ કેસમાં રાશિદને 2 ઓક્ટોબર 2024 સુધીના વચગાળાના જામીન આપ્યા છે. આ જામીન તેમને આગામી જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવા માટે આપવામાં આવ્યા છે. અત્યારે નિયમિત જામીન અરજી પર આદેશ લંબિત છે.
આ પણ વાંચો : કંગાળ પાકિસ્તાનની કિસ્મત ચમકી! દરિયાઈ વિસ્તારમાંથી મળ્યો ‘કાળા સોના’નો ભંડાર
મોદીજીને કહેવા માંગીશ કે ડરો મત અને ડરાઓ મત
જેલમાંથી બહાર આવતા એન્જિનિયર રાશિદના નામથી જાણીતા શેખ અબ્દુલ રાશિદે કહ્યું, 'હું પોતાના લોકોને નિરાશ નહીં કરૂં. હું શપથ લઉં છું કે વડાપ્રધાન મોદીના 'નવા કાશ્મીર' નેરેટિવ સામે લડીશ, જે જમ્મુ કાશ્મીરમાં નિષ્ફળ થઇ ગયું છે. 5 ઓગસ્ટ 2019માં તેમને જે કઇ પણ કર્યું, લોકોએ તેને ફગાવી દીધુ છે. હું પોતાના લોકોને કલ્યાણ માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છું. મોદીજીને કહેવા માંગીશ કે ડરો મત અને ડરાઓ મત.'
એન્જિનિયર રાશિદે શું કહ્યું?
એન્જિનિયર રાશિદે કહ્યું કે, 'અમે ડરવાના નથી. મારી લડાઇ ઉમર અબ્દુલ્લાના કહેવા કરતા મોટી છે, તેમની લડાઇ ખુરશી માટે છે, મારી લડાઇ લોકો માટે છે. મારી માટે સરકાર નહીં, કાશ્મીર મુદ્દો છે. હું ભાજપનો શિકાર છું, હું પોતાના અંતિમ શ્વાસ સુધી પીએમ મોદીની વિચારધારા વિરૂદ્ધ લડીશ. હું કાશ્મીર પોતાના લોકોને એકજૂટ કરવા આવી રહ્યો છું, તેમને વહેંચવા માટે નથી આવતો. અમે કાશ્મીર મુદ્દાનું શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છીએ છીએ. ચૂંટણીમાં મને NDA કે INDIA ગઠબંધન સાથે કોઇ અર્થ નથી. મારો કોઇની સાથે લેવાદેવા નથી.'
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના ઉધમપુર-કઠુઆના જંગલોમાં સુરક્ષાદળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર
2019થી જેલમાં બંધ છે રાશિદ
મહત્ત્વપૂર્ણ છે કે, રાશિદે જેલમાં રહેતા જ લોકસભા ચૂંટણીમાં બારામુલાથી જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઉમર અબ્દુલ્લાને હરાવ્યા હતા. અપક્ષ રહેતા મેદાનમાં ઉતરતા ચૂંટણી જીતી હતી.રાશિદ 2019થી જેલમાં છે, 2017ના આતંક-ફંડિંગ કેસમાં NIA દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.