Get The App

નવા વર્ષના પહેલા મહિનામાં 15 દિવસ બેન્કો રહેશે બંધ, મહત્ત્વના કામો ઉતાવળે પતાવી લેજો!

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
નવા વર્ષના પહેલા મહિનામાં 15 દિવસ બેન્કો રહેશે બંધ, મહત્ત્વના કામો ઉતાવળે પતાવી લેજો! 1 - image


Bank Holiday: નવા વર્ષ 2025ને ગણતરીના દિવસો બાકી છે. આ દરમિયાન દરેક લોકો માટે  બેંક સંબંધિત કામ સમયસર પૂર્ણ કરવા પણ જરૂરી છે. જો કે, જાન્યુઆરીમાં કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે. એટલે જાન્યુઆરીમાં બેંક રજાઓ વિશે તમને પહેલેથી જ સંપૂર્ણ માહિતી હોવી જોઈએ, જેથી કરીને સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં ના મુકાય. આ રજાઓમાં સાપ્તાહિક  રવિવાર અને બીજો અને ચોથો શનિવાર તેમજ તહેવારો અને ખાસ પ્રસંગોની રજાઓનો સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો : ફ્રોડ એપ્લિકેશનમાં ફસાયા ભારતીયો, 800 કરોડની છેતરપિંડી, રશિયન કંપનીનું કારસ્તાન

જાન્યુઆરી 2025માં ક્યારે બંધ રહેશે બેંકો

જાન્યુઆરી મહિનાનો પહેલો દિવસે એટલે કે 1લી જાન્યુઆરીએ નવા વર્ષ નિમિત્તે કેટલાક રાજ્યોની બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત આખા મહિનામાં અનેક મોટા તહેવારો અને ખાસ તહેવાર આવી રહ્યા છે. આ મહિનામાં ક્યા દિવસે બેંકોમાં રજા રહેશે તેની યાદી આ પ્રમાણે છે. 


જાન્યુઆરી-2025 બેંકમાં કેટલી રજાઓ રહેશે, જુઓ યાદી

1 જાન્યુઆરી, 2025

નવા વર્ષ નિમિત્તે કેટલાક રાજ્યોમાં બેંક રજા રહેશે.

2 જાન્યુઆરી 2025

નવા વર્ષ અને મન્નમ જયંતિને કારણે બેંકમાં રજા રહેશે.

5 જાન્યુઆરી 2025

રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.

6 જાન્યુઆરી 2025

ગુરુ ગોવિંદ સિંહ જયંતિ નિમિત્તે બેંકો બંધ રહેશે.

11 જાન્યુઆરી 2025

મહિનાના બીજા શનિવારના કારણે બેંકોમાં રજા રહેશે.

12 જાન્યુઆરી 2025

રવિવારે અને સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે રજા રહેશે.

14 જાન્યુઆરી 2025

મકરસંક્રાંતિ અને પોંગલના કારણે બેંક બંધ રહેશે.

15 જાન્યુઆરી 2025

તિરુવલ્લુવર દિવસ, માઘ બિહુ અને મકરસંક્રાંતિની રજા.

16 જાન્યુઆરી 2025

ઉજ્જવર તિરુનાલ નિમિત્તે બેંકમાં રજા રહેશે.

19 જાન્યુઆરી 2025

રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.

22 જાન્યુઆરી 2025

ઈમોઈનને કારણે બેંકોમાં રજા રહેશે.

23 જાન્યુઆરી 2025

નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ પર બેંકો બંધ રહેશે.

25 જાન્યુઆરી 2025

મહિનાના ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ

26 જાન્યુઆરી 2025

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રીય રજા રહેશે.

30 જાન્યુઆરી 2025

સોનમ લોસર નિમિત્તે બેંકો બંધ રહેશે.


RBIની સત્તાવાર યાદીની રાહ જોવામાં આવી રહી છે  

હાલમાં આ યાદી તમારી માહિતી માટે તૈયાર કરવામાં આવી છે, પરંતુ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 2025 માટે સત્તાવાર બેંક રજાઓ જાહેર કરવાની બાકી છે. બેંક હોલીડે લિસ્ટ આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. એટલે એકવાર તમારી નજીકની બેંકમાંથી આ રજાઓની પુષ્ટિ કરવી જરુરી છે. 

આ પણ વાંચો : EPFO : 2025માં PFના નિયમોમાં થશે મોટા ફેરબદલ, લાખો ખાતાધારકોને મળશે લાભ

બેંક બંધ છે પરંતુ વ્યવહાર બંધ થશે નહીં

આ રજાઓ દરમિયાન બેંકોમાં રજાઓ રહેશે, પરંતુ ડિજિટલ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે. તમે ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને ATMનો ઉપયોગ કરીને તમારા રોજિંદા વ્યવહારો સરળતાથી પતાવી શકશો. પરંતુ ચેક ક્લિયરન્સ, રોકડ ડિપોઝિટ અથવા અન્ય બેંકિંગ સેવાની જરૂર હોય, તો તેને અગાઉથી પૂરા કરવા યોગ્ય રહેશે. 



Google NewsGoogle News