આખા નવેમ્બરમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, જાણો તમારા શહેરમાં ક્યારે રજા
Image Source: Freepik
અમદાવાદ, તા. 01 નવેમ્બર 2023 બુધવાર
ભારતમાં તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન નવેમ્બરમાં બેંકોમાં પણ રજાઓની ભરમાર થવાની છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા હોલિડે લિસ્ટ જારી કરી દેવાયુ છે. નવેમ્બર મહિનામાં લગભગ 15 દિવસ બેન્ક બંધ રહેવાની છે. જેમાં દિવાળી, ગોવર્ધન પૂજા, છઠ થી લઈને શનિવાર અને રવિવારની રજા છે દરમિયાન જો તમે બેંકથી જોડાયેલા કામ પૂરા કરવા ઈચ્છો છો ઝડપથી પોતાનું કામ પૂરુ કરી લો.
1 નવેમ્બર 2023 - કન્નડ રાજ્યોત્સવ/કુટ/કરવા ચોથના કારણે બેંગલુરુ, ઈમ્ફાલ અને શિમલામાં બેંક બંધ રહેશે.
5 નવેમ્બર 2023 - રવિવારની રજા
10 નવેમ્બર 2023 - ગોવર્ધન પૂજા/લક્ષ્મી પૂજા/દિવાળી/દિવાળીના કારણે શિલોંગમાં બેંક બંધ રહેશે.
11 નવેમ્બર 2023 - બીજો શનિવાર
12 નવેમ્બર 2023 - રવિવાર
13 નવેમ્બર 2023 - ગોવર્ધન પૂજા/લક્ષ્મી પૂજા/દિવાળી/દિવાળીના કારણે અગરતલા, દહેરાદૂન, ગંગટોક, ઈન્ફાલ, જયપુર, કાનપુર, લખનૌમાં બેંકોમાં રજા રહેશે.
14 નવેમ્બર 2023 - દિવાળી/વિક્રમ સંવત નવુ વર્ષ/લક્ષ્મી પૂજાના કારણે અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, ગંગટોક, મુંબઈ, નાગપુરમાં બેંકોમાં રજા રહેશે.
15 નવેમ્બર 2023- ભાઈબીજ/ચિત્રગુપ્ત જયંતી/લક્ષ્મી પૂજા/નિંગાલ ચક્કૂબા/ભ્રાતૃ દ્વિતીયાના કારણે ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, કોલકાતા, લખનૌ અને શિમલામાં બેંક બંધ રહેશે.
19 નવેમ્બર 2023 - રવિવારની રજા
20 નવેમ્બર 2023 - છઠના કારણે પટના અને રાંચીમાં બેંક બંધ રહેશે.
23 નવેમ્બર 2023 - સેંગ કુટ સ્નેમ/ઈગાસ બગ્વાલના કારણે દહેરાદૂન અને શિલોંગમાં બેંક બંધ રહેશે.
25 નવેમ્બર 2023 - ચોથો શનિવાર
26 નવેમ્બર 2023 - રવિવાર
27 નવેમ્બર 2023 - ગુરુ નાનક જયંતી/કારતક પૂનમના કારણે અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઈમ્ફાલ, કોચ્ચિ, પણજી, પટના, ત્રિવેન્દ્રમ અને શિલોંગ સિવાય આખા દેશમાં બેંક બંધ રહેશે.
30 નવેમ્બર 2023 - કનકદાસ જયંતીના કારણે બેંગલુરુમાં બેંક બંધ રહેશે.