Get The App

બેંકના કામ ઝડપથી પૂરા કરજો, નવા વર્ષના પહેલા મહિને બેંકો અડધા દિવસ તો બંધ રહેશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રજાઓની લિસ્ટ જાહેર કરી

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
બેંકના કામ ઝડપથી પૂરા કરજો, નવા વર્ષના પહેલા મહિને બેંકો અડધા દિવસ તો બંધ રહેશે 1 - image


નવી દિલ્હી,તા. 28 ડિસેમ્બર 2023, ગુરુવાર 

વર્ષ 2023ને વિદાય આપવાનો સમય નજીક આવી ગયો અને નવા વર્ષને સ્વાગત કરવાનું છે. નવું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વર્ષ 2024ના પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં બેંકોમાં ઘણી રજાઓ છે. જાન્યુઆરી 2024માં બેંકો અડધાથી વધુ દિવસો માટે બંધ રહેશે. તહેવારો, જયંતી અને શનિવાર-રવિવારની સાપ્તાહિક રજાઓ સહિત કુલ 16 દિવસ માટે બેંકો બંધ રહેશે. 

જાન્યુઆરી મહિનામાં આઠ દિવસ દેશભરમાં બેંકો બંધ રહેશે

આમાં કેટલીક રજાઓ માત્ર કેટલાક રાજ્યો માટે જ માન્ય રહેશે. એટલે કે દેશના કેટલાક રાજ્યોમાં બેંકો બંધ રહેશે જ્યારે અન્ય રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે. જાન્યુઆરીમાં આઠ દિવસ એવા હશે જ્યારે દેશભરમાં બેંકો બંધ રહેશે. આ આઠ રજાઓમાં બીજા અને ચોથા શનિવારનો પણ સમાવેશ થાય છે.

જો તમે પણ આવતા મહિને કોઈપણ દિવસે બેંક શાખાની મુલાકાત લેવાનો ઈરાદો ધરાવતા હો, તો પહેલા રજાઓની લિસ્ટ તપાસો. એવું બની શકે છે કે જે દિવસે તમે બેંકમાં જવાનું નક્કી કર્યું છે તે દિવસે બેંકની રજા હોય. બેંકોની ઓનલાઈન સેવાઓ રજાના દિવસોમાં પણ કાર્યરત રહે છે. આ ઉપરાંત બેંકના એટીએમ પણ ખુલ્લા રહે છે.

જાણો કયા દિવસે બેંકોમાં રજા રહેશે 

•પહેલી  જાન્યુઆરી- દેશભરમાં બેંકો બંધ રહેશે.

•સાતમી જાન્યુઆરી - રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.

•11મી જાન્યુઆરી- મિઝોરમમાં મિશનરી દિવસના કારણે બેંકો બંધ રહેશે.

•12મી જાન્યુઆરી- પશ્ચિમ બંગાળમાં સ્વામી વિવેકાનંદ જયંતિના કારણે બેંકો બંધ રહેશે.

•13મી જાન્યુઆરી- મહિનાનો બીજો શનિવાર અને લોહરીના કારણે બેંકની રજા.

•14મી જાન્યુઆરી- મકરસંક્રાંતિ અને રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.

•15મી જાન્યુઆરી ઉત્તરાયણ પુણ્યકાલ/મકર સંક્રાંતિ/માઘે સંક્રાંતિ/પોંગલ/માઘ બિહુ – બેંગલુરુ, ચેન્નાઈ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં બેંકો બંધ રહેશે.

•16મી જાન્યુઆરી- પશ્ચિમ બંગાળ, આસામ અને ચેન્નાઈમાં તુસુ પૂજા અને તિરુવલ્લુવર દિવસના કારણે બેંકો બંધ રહેશે.

•17મી જાન્યુઆરી- ગુરુ ગોવિંદ સિંહ જયંતિના કારણે પંજાબ સહિત ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.

•20મી જાન્યુઆરી-રવિવાર સાપ્તાહિક રજા હોવાથી બેંકો બંધ રહેશે..

•23મી જાન્યુઆરી- નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિના કારણે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.

•25મી જાન્યુઆરી- હિમાચલ પ્રદેશ રાજ્ય દિવસ, થાઈ પૂસમ/મોહમ્મદ હઝરત અલી જન્મદિવસને કારણે હિમાચલ, ચેન્નાઈ અને કાનપુરમાં બેંકમાં રજા રહેશે.

•26મી જાન્યુઆરી- ગણતંત્ર દિવસના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.

•27મી જાન્યુઆરી- ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.

•28મી જાન્યુઆરી-રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.

•31મી જાન્યુઆરી- આસામમાં મી-ડામ-મી-ફીના કારણે રજા રહેશે.


Google NewsGoogle News