Get The App

પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરને મળ્યું FCRA લાઈસન્સ, વિદેશી ભક્તો પણ મનમૂકીને કરી શકશે દાન

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરને મળ્યું FCRA લાઈસન્સ, વિદેશી ભક્તો પણ મનમૂકીને કરી શકશે દાન 1 - image


Banke Bihari Temple: કેન્દ્ર સરકારે વૃંદાવનમાં પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરને FCRA લાઈસન્સ આપી દીધું છે. આનો અર્થ એ થયો કે હવે વિદેશી ભક્તો મંદિરમાં મનમૂકીને દાન કરી શકશે. મંદિરના સંચાલન માટે કોર્ટ દ્વારા રચાયેલી મેનેજમેન્ટ કમિટીએ આ લાઈસન્સ માટે અરજી કરી હતી. કોર્ટની મંજૂરી બાદ આ અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. 

કોર્ટ દ્વારા રચાયેલી મેનેજમેન્ટ કમિટીની અરજી પ્રમાણે મંદિરની તિજોરીમાં ઘણી બધી વિદેશી ચલણ છે અને તેઓ ભવિષ્યમાં પણ વિદેશમાંથી દાન પ્રાપ્ત કરવાનો ઈરાદો ધરાવે છે.


મંદિરના સંચાલન માટે કોર્ટે એક કમિટીની રચના કરી

તમને જણાવી દઈએ કે, બાંકે બિહારી મંદિરનું સંચાલન હાલમાં કોર્ટ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. તેના સંચાલન માટે કોર્ટે એક કમિટીની રચના કરી છે જે તેની કામગીરીનું ધ્યાન રાખે છે. આ મંદિર પહેલા ખાનગી સંચાલન હેઠળ હતું. તેનું સંચાલન પૂજારીઓના પરિવાર દ્વારા કરવામાં આવતું હતું. 

બાંકે બિહારી મંદિરનું બાંધકામ 550 વર્ષ જૂનું

બાંકે બિહારી મંદિરનું બાંધકામ 550 વર્ષ જૂનું છે. પેઢી દર પેઢી અહીં પૂજા અર્ચનાનું કામ અને સંચાલન માત્ર પૂજારીઓના પરિવારો દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. સેવાયત ગોસ્વામી, સારસ્વત બ્રાહ્મણ અને સ્વામી હરિદાસના વંશજો આ મંદિરનું સંચાલન કરતા આવ્યા છે. રાજ્ય સરકારના હસ્તક્ષેપ બાદ આ મંદિરનું સંચાલન કોર્ટ દ્વારા રચાયેલી કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: આંખમાં આંસુ, ગળામાં રુદ્રાક્ષ... મોહમાયા છોડી સાધ્વી બન્યા મમતા કુલકર્ણી, જુઓ 10 તસવીરો

વિદેશમાંથી દાન પ્રાપ્ત કરવા માટે FCRA રજિસ્ટ્રેશન જરૂરી

રાજ્ય સરકારના સૂત્રો પાસેથી મળતી પ્રમાણે મંદિર પાસે હાલમાં જ સોનું, ચાંદી અને અન્ય કિંમતી વસ્તુઓ સાથે 480 કરોડ રૂપિયાનું ફંડ છે. આમાં વિદેશી ફંડ પણ સામેલ છે. આ વિદેશી દાનનો ઉપયોગ કરવા અને વધુ વિદેશી દાન પ્રાપ્ત કરવા માટે મંદિરને વિદેશી યોગદાન (નિયમન) અધિનિયમ, 2010 હેઠળ રજિસ્ટ્રેશનની જરૂર હતી. FCRA, 2010 હેઠળ NGO અને જૂથો માટે વિદેશમાંથી કોઈપણ પ્રકારનું ફંડ મેળવવા માટે લાઈસન્સ મેળવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. 


Google NewsGoogle News