Bank Holidays January 2024: જાન્યુઆરી મહિનામાં કુલ 16 દિવસ બેંકોમાં રહેશે રજા, જોણી લો તારીખો
આરબીઆઈએ તેની વેબસાઈટ પર જાન્યુઆરી 2024ની રજાઓની યાદી જાહેર કરી
Image Envato |
તા. 27 ડિસેમ્બર 2023, બુધવાર
નવુ વર્ષ શરુ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ડિસેમ્બર મહિનો પુરો થવા આવ્યો છે, અને જો તમારે બેંકો સંબંધિત કોઈ કામકાજ બાકી રહી ગયા હોય તો જલ્દીથી પુરા કરી લેજો, કારણ કે જાન્યુઆરી મહીનામાં બેંકોમાં 16 દિવસ રજા રહેવાની છે. આરબીઆઈએ તેની વેબસાઈટ પર જાન્યુઆરી 2024ની રજાઓની યાદી જાહેર કરી છે. એટલે આવતા મહીને બેંક સાથે જોડાયેલ જરુરી કામકાજ કરાવી લેજો. આવો જાણીએ જાન્યુઆરીમાં ક્યા દિવસોમાં બેંકમાં રજા રહેશે. ભારતમાં વિવિધ રાજ્યોમાં ક્યા ક્યા રજા રહેશે તે વિશે જાણીએ.
જાન્યુઆરીમાં બેંકમાં રજાની યાદી
1 જાન્યુઆરી, નવુ વર્ષ (ચેન્નઈ, ગેંગટોક, ઈંફાલ, ઈટાનગર, કોહિમા, શિલાંગ)
2 જાન્યુઆરી, નવા વર્ષની ઉજવણી (આઈઝોલ)
7 જાન્યુઆરી, રવિવાર
11 જાન્યુઆરી, મિશનરી દિવસ -(આઈઝોલ)
13 જાન્યુઆરી, બીજા શનિવાર
14 જાન્યુઆરી, રવિવાર
15 જાન્યુઆરી, ઉત્તરાયલ, મકર સંક્રાંતિ, માઘ સંક્રાંતિ ( બેંગ્લોર, ચેન્નઈ, ગેંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા)
16 જાન્યુઆરી, તિરુવલ્લુવર દિવસ (ચેન્નઈ)
17 જાન્યુઆરી, ઉઝાવર થિરુનલ (ચેન્નઈ )
21 જાન્યુઆરી, રવિવાર - જાહેર રજા
22 જાન્યુઆરી, ઇમોઇનુ ઇરાતપા - (ઇમ્ફાલ)
23 જાન્યુઆરી, ગાન- નગાઈ - (ઇમ્ફાલ)
25 જાન્યુઆરી, થાઈ પૂસમ (મોહમ્મદ હઝરત અલી જન્મદિવસ) - ચેન્નાઈ, કાનપુર અને લખનઉ
26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ - જાહેર રજા
27 જાન્યુઆરી, ચોથો શનિવાર - જાહેર રજા
28 જાન્યુઆરી, રવિવાર - જાહેર રજા