Bank Holidays : સતત 5 દિવસ બંધ રહેશે બેંક, ક્રિસમસ પર મોટી રજા, આ જગ્યાઓ પર થશે અસર!
કેટલાક રાજ્યોમાં સતત પાંચ દિવસ સુધી બેંકમાં રજા રહેશે
Image Envato |
તા. 22 ડિસેમ્બર 2023, શુક્રવાર
Christmas 2023 Bank Holidays: દેશમાં ક્રિસમસનો તહેવાર આ વર્ષે સોમવારના રોજ ઉજવવામાં આવશે, જેના કારણે બેંકોમાં નાનુ વેકેશન રહેશે. કારણ કે આ વખતે 23 તારીખે ચોથો શનિવાર હોવાથી બેંકમાં રજા રહેશે. એ પછી રવિવાર અને સોમવારે ક્રિસમસ છે. જેના કારણે કેટલાક રાજ્યોમાં સતત પાંચ દિવસ સુધી બેંકમાં રજા રહેશે.
તેથી જો વર્ષના છેલ્લા દિવસોમાં તમારે બેંકને લગતા કોઈ જરુરી કામ હોય તો જલ્દીથી પુરા કરી દેવા જોઈએ. નહીં તો તે પછી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ક્રિસમસના તહેવારમાં આ રાજ્યોમાં સતત પાંચ દિવસ બેંકો બંધ રહેશે.
સતત પાંચ દિવસઆ રાજ્યોમાં બેંકો રહેશે બંધ
23 ડિસેમ્બર 2023, ચોથો શનિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે
24 ડિસેમ્બર 2023, રવિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
25 ડિસેમ્બર 2023, ક્રિસમસ હોવા કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
26 ડિસેમ્બર 2023, ક્રિસમસના તહેવારની ઉજવણીના કારણે આઈજોલ, કોહિમા, શિલાંગમાં બેંકો બંધ રહેશે.
27 ડિસેમ્બર 2023, ક્રિસમસના તહેવારની ઉજવણીને લઈને કોહિમામાં બેંકો બંધ રહેશે.
30 ડિસેમ્બર 2023, યૂ કિઆંગના કારણે શિલાંગમાં બેંકો બંધ રહેશે.
31 ડિસેમ્બર 2023, રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
બેંક બંધ હોવાથી જરુરી કામ આ રીતે પુરા કરો
બેંકો લાંબા સમય સુધી બંધ રહેવાથી ગ્રાહકોના જરુરી કામ અટકી પડે છે, પરંતુ બદલાતી ટેકનોલોજીમાં કેટલાક ઉપાયો કરી સરળ બનાવી શકાય છે. તમે એક ખાતામાંથી બીજા ખાતામાં રુપિયા ટ્રાન્સફર કરવા માટે નેટ બેકિંગનો ઉપયોગ કરી શકો છો. તેમજ યુપીઆઈ દ્વારા પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. તો કેશ વિડ્રોલ માટે એટીએમનો ઉપયોગ કરી શકો છો.