દેશમાં આજથી 7 દિવસ માટે આ રાજ્યોમાં બેંકોના કામકાજ રહેશે બંધ, જુઓ આ રહ્યું લીસ્ટ

આ દિવસો દરમ્યાન વિવિધ તહેવારો આવતાં હોવાથી બેંકોમાં રજા રહેશે.

22 થી 30 સપ્ટેમ્બર 2023 સુધી આ શહેરોની બેંકો રહેશે બંધ

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
દેશમાં આજથી 7 દિવસ માટે આ રાજ્યોમાં બેંકોના કામકાજ રહેશે બંધ, જુઓ આ રહ્યું લીસ્ટ 1 - image
Image Twitter 

તા. 22 સપ્ટેમ્બર 2023, શુક્રવાર 

હાલમાં સપ્ટેમ્બર (September) મહિનાનું છેલ્લુ અઠવાડિયું ચાલી રહ્યું છે અને હવે નવ દિવસ બાકી છે. આ બાકી રહેલા દિવસોમાં દેશમાં વિવિધ રાજ્યોમાં 7 દિવસ બેંકો (bank) બંધ રહેશે. કારણ કે આ દિવસો દરમ્યાન વિવિધ તહેવારો આવતાં હોવાથી બેંકોમાં રજા રહેશે. આજે કોચિ અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ છે. પરંતુ બાકીના શહેરોમાં બેંકોનું કામકાજ ચાલુ છે. જો કે આ મહિનાની શરુઆત પહેલા જ (RBI)આરબીઆઈ દ્વારા બેંકોની 16 દિવસની રજાનું લીસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આવો જાણીએ કે 22 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2023 દરમ્માન ક્યાં ક્યાં શહેરમાં બેંક બંધ રહેશે. 

22 થી 30 સપ્ટેમ્બર 2023 સુધી આ શહેરોની બેંકો રહેશે બંધ

1.  22 સપ્ટેમ્બર 2023,  નારાયણ ગુરુ સમાધિ દિવસ, કોચી, પણજી અને ત્રિવેન્દ્રમમાં બેંકો બંધ રહેશે.

2.  23 સપ્ટેમ્બર 2023,  ચોથો શનિવાર, સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.

3.  25 સપ્ટેમ્બર 2023,  રવિવાર હોવાથી આખા દેશમાં બેંકો બંધ રહેશે.

4.  25 સપ્ટેમ્બર 2023,  શ્રીમત શંકરદેવની જંયતીના કારણે ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે.

5.  27 સપ્ટેમ્બર  2023, ઈદેએ શરીફ, જમ્મુ, કોચી, શ્રીનગર અને ત્રિવેન્દ્રમમાં બેંકો બંધ રહેશે.

6.  28 સપ્ટેમ્બર  2023, ઈદેએ મિલાદના કારણે અમદાવાદ, આઈજોલ, બેલાપુર, બેંગ્લોર, ભોપાલ, ચેન્નઈ. દહેરાદુન, તેંલગાના, ઈંફાલ, કાનપુર, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચીમાં બેંકો બંધ રહેશે.  

7. 29 સપ્ટેમ્બર 2023,  ઈદ એ મિલાદ-ઉન -નબીના કારણે ગેંગટોક, જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે. 

બેંક બંધ હોવા છતા પણ આ કામ કરી શકાશે

બેંક બંધ હોવાના કારણે તમારે કેટલાક કામો માટે રાહ જોવી પડશે, પરંતુ કેટલાક કામ તમે આસાનીથી મોબાઈલ અથવા નેટ બેકિંગ દ્વારા કરી શકો છો. જો તમારે રોકડા રુપિયાની જરુર પડે તો નજીકના બેંક એટીએમ જઈ નાણા ઉપાડી શકો છો. તમને જણાવી દઈએ કે દેશમાં બેંકોની આ રજાઓ આરબીઆઈ તરફથી નક્કી કરવામાં આવી છે. 




બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News