HMPV સંક્રમિત મહિલાના મોતથી પાડોશી દેશમાં હડકંપ, ડૉક્ટરનું નિવેદન આવ્યું સામે
Bangladesh HMPV infected Women Died: HMPV વાયરસ સતત ફેલાઈ રહ્યો છે. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં આ વાયરસના ચેપથી પીડિત એક મહિલાનું મૃત્યુ થયું છે. જોકે, મહિલાનું મૃત્યુ અન્ય કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે પણ જવાબદાર હતું.
આ પણ વાંચો: ભારતના સેક્યુલર માળખા માટે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ જરૂરી: સુપ્રીમ કોર્ટ પહોંચી કોંગ્રેસ
બાંગ્લાદેશના અખબાર પ્રમાણે ઢાકાના મોહખલીમાં HMPV થી સંક્રમિત 30 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું, જો કે, તેના મૃત્યુનું કારણ તેના સ્વાસ્થયમાં કેટલાક અન્ય રોગ પણ હતા. આ મહિલાનું નામ સંજીદા અખ્તર છે અને તેમનું બુધવારે સાંજે 6 વાગ્યે અવસાન થયું.
રિપોર્ટ પ્રમાણે આ મહિલાનું મૃત્યુ માત્ર HMPV ચેપથી થયું નથી. પરંતુ તેને અન્ય કેટલીક આરોગ્ય સમસ્યા હતી. જેમાં તેને મોટાપા, કિડનીની સમસ્યાઓ અને ફેફસામાં તકલીફ જેવી બીજી કેટલીક સમસ્યાઓ હતી. જે તેના એક્સ-રેમાંથી આ આ બાબતો જાણવા મળી હતી તેવું ડૉ. આરિફુલ બશરે જણાવ્યું હતું.
HMPV ના લક્ષણો
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે HMPVથી સંક્રમિત દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ રહ્યા છે. તેનાથી સંક્રમિત લોકો ગંભીર અસ્થમા અથવા ન્યુમોનિયાથી પીડાય છે. તેમજ જો કોઈ વાયરસથી સંક્રમિત થાય તો શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, પરંતુ કોવિડની તુલનામાં આવા કેસ 2% કરતા ઓછા છે.
આ પણ વાંચો: 15 મહિના બાદ થયેલા યુદ્ધવિરામનો ઈઝરાયલે 15 જ કલાકમાં કર્યો ભંગ, ગાઝામાં 73 મોત
સાવચેતીનાં પગલાં
HMPVથી સંક્રમિત વ્યક્તિને તાવ, ઉધરસ, વહેતું નાક અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો અનુભવ થાય છે. પરંતુ HMPV ચેપથી બચવા માટે નિયમિતપણે હાથ ધોવા, હાથ સાફ કર્યા વિના ખાવું નહીં, ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવવાનું ટાળો તેમજ ખાંસી-શરદી, તાવને હળવાશથી ન લો અને બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખો.