Get The App

બાંગ્લાદેશની હિંસા અંગે મમતા બેનર્જીનું મોટું નિવેદન કહ્યું, ‘તેઓ અમારા દરવાજે આવશે તો...’

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશની હિંસા અંગે મમતા બેનર્જીનું મોટું નિવેદન કહ્યું, ‘તેઓ અમારા દરવાજે આવશે તો...’ 1 - image


Mamata Banerjee on Bangladesh Violence : બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ત્યાં 133 લોકોના મોત નિપજ્યા છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં યોજાયેલી શહીદ દિવસ રેલીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, ‘જો બાંગ્લાદેશીઓ હિંસા વચ્ચે અમારા દરવાજા સુધી આવશે, તો અમે તેમને શરણ આપીશું.’

બાંગ્લાદેશની હિંસા અંગે મમતા બેનર્જીનું મોટું નિવેદન કહ્યું, ‘તેઓ અમારા દરવાજે આવશે તો...’ 2 - image

અમે હિંસા વચ્ચે બાંગ્લાદેશીઓને શરણ આપીશું : મમતા

પશ્ચિમ બંગાળમાં TMC દ્વારા યોજાયેલી શહીદ દિવસ રેલીમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ (Akhilesh Yadav) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal CM Mamata Banerjee)એ સંબોધનમાં કહ્યું કે, ‘જો બાંગ્લાદેશીઓ અમારા દરવાજે આવશે, તો અમે તેમને શરણ આપીશું. હું ઈચ્છું છું કે, ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધો સારા રહે.’ આ દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થિક સંબંધીત પ્રસ્તાવનો પણ ઉલ્લેખ કર્યો હતો.

બાંગ્લાદેશની હિંસા અંગે મમતા બેનર્જીનું મોટું નિવેદન કહ્યું, ‘તેઓ અમારા દરવાજે આવશે તો...’ 3 - image

મમતાએ અખિલેશના કર્યા વખાણ

મમતા બેનર્જીએ અખિલેશના વખાણ કરતા કહ્યું કે, ‘તમે અહીં આવ્યા, તે બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીમાં જે ખેલ દેખાડ્યો, તે બદલ હું તેમને અભિનંદન આપવા માંગુ છું.’

બાંગ્લાદેશની હિંસામાં 133ના મોત

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની હાઈકોર્ટે સરકારી નોકરીઓમાં અનામત જાળવી રાખવાનો ચુકાદો આપ્યો હતો, ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કર્યા બાદ હિંસા ફાટી નીકળી છે. અહીં અનેક જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળી છે. પથ્થરમારો, ગોળીબાર, ટીયર ગેસના સેલ છોડવા સહિત જેલમાં આગ ચાંપવાની ઘટના બન્યા બાદ સ્થિતિ વધુ વણસી છે. આ હિંસક દેખાવોમાં અત્યાર સુધીમાં 133 લોકોના મોત થઈ ગયા છે.

આ પણ વાંચો : ચાંદીપુરા વાયરસની દહેશત વચ્ચે કેરળમાં નિપાહ વાયરસથી એકનું મોત, લોકોને માસ્ક પહેરવા સલાહ

આ પણ વાંચો : કાવડ યાત્રામાં નેમ પ્લેટનો વિવાદ વકર્યો, જમિયત ઉલેમા એ હિન્દ થયું એક્ટિવ, સરકારને કોર્ટમાં પડકારશે


Google NewsGoogle News