Get The App

હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો... ઢાકામાં પૂજા મંડપ પર હુમલા પછી ભારતની બાંગ્લાદેશને ચીમકી

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો... ઢાકામાં પૂજા મંડપ પર હુમલા પછી ભારતની બાંગ્લાદેશને ચીમકી 1 - image


Bangladesh Durga Puja Mandap Attack: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પૂજા મંડપ પર હુમલો અને બાંગ્લાદેશના સતખીરામાં જેશોરેશ્વરી કાલી મંદિરમાં ચોરીની ઘટના પર ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેને જઘન્ય કૃત્ય ગણાવ્યું. ભારતે બાંગ્લાદેશ સરકારને હિન્દુઓ અને તમામ અલ્પસંખ્યકો સાથે તેના પૂજા સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની ચીમકી આપી છે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં કહ્યું કે, ‘અમે ઢાકાના તાંતીબજારમાં પૂજા મંડપ પર હુમલા અને સતખીરામાં પ્રતિષ્ઠિત જેશોરેશ્વરી કાલી મંદિરમાં ચોરીની ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરીએ છીએ. આ ઘટનાઓ એક ચોક્કસ પેટર્ન પ્રમાણે જ થાય છે. એટલે બાંગ્લાદેશ સરકારે હિન્દુઓ, લઘુમતીઓ અને પૂજા સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.’

આ પણ વાંચો : 'ભારત હોય કે બાંગ્લાદેશ, લઘુમતીઓ પર અત્યાચાર ન થવા જોઈએ..' ખડગેનો ભાગવત પર કટાક્ષ

'એક વ્યવસ્થિત પેટર્ન પર થઈ રહ્યા છે હુમલા'

જયસ્વાલે કહ્યું કે, ‘આ નિંદનીય ઘટનાઓ છે. તેઓ મંદિરો અને દેવતાઓને અપવિત્ર કરવા અને નુકસાન પહોંચાડવાની એક ચોક્કસ પેટર્ન અપનાવે છે, જેને અમે છેલ્લા કેટલાક દિવસોથી જોઈ રહ્યા છીએ.’

વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન જૂના ઢાકાના તાંતીબજાર વિસ્તારમાં એક દુર્ગા પૂજા મંડપમાં ક્રૂડ બોમ્બ ફેંકાયાની ઘટના બાદ આવ્યું છે. બાંગ્લાદેશ સ્થિત પ્રોથોમાલોના રિપોર્ટના અનુસાર, બોમ્બમાં હળવી આગ લાગી ગઈ અને આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.

'હિન્દુઓની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે'

હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષાનું આહ્વાન કરતા જયસ્વાલે કહ્યું કે, 'અમે બાંગ્લાદેશ સરકાર પાસે હિન્દુઓ અને તમામ અલ્પસંખ્યકો અને તેના પૂજા સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું આહ્વાન કરીએ છીએ. શુભ તહેવારોના સમયે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.’ 

આ પણ વાંચો : શરમ કરો, અહીં તો અશ્લીલતા ન ફેલાવો! દુર્ગા પૂજામાં મોડેલ્સના કપડાં જોઈ ભડક્યાં લોકો

પ્રોથોમાલોના રિપોર્ટ અનુસાર, પોલીસને કાચની બોટલમાં પેટ્રોલ ભરીને બનાવેલો બોમ્બ મળ્યો છે. આ ઘટના શુક્રવાર સાંજે 7 વાગ્યે બની. સ્થાનિકો લોકના અનુસાર, પૂજા મંડપની બાજુની શેરથી યુવકોનું એક ગ્રૂપ વેદી પર નિશાન સાધી બોટલ ફેંકી હતી, જ્યારે સ્વયંસેવક હુમલાખોરોની પાછળ ભાગ્યા તો તેમના પર પણ છરીથી હુમલા કર્યા હતા. 


Google NewsGoogle News