હિંસા વચ્ચે બાંગ્લાદેશનું ભારતને ખિજવતું પગલું, પાકિસ્તાનથી ખરીદયો હથિયારોનો મોટો જથ્થો
Bangladesh bought weapons from Pakistan: અશાંતિ અને હિંસાની સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશે પાકિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં હથિયારોની ખરીદી કરી છે. 52 વર્ષ બાદ બાંગ્લાદેશે પાકિસ્તાન પાસેથી હથિયારોનો મોટો જથ્થો ખરીદ્યો છે. આ હથિયારોની ખરીદી માટે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની તિજોરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હથિયારોની ખરીદી બદલ બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર શંકાના દાયરામાં આવી ગઈ છે.
વચગાળાની સરકાર સંભાળતા જ સેનાની માગ વધી
બાંગ્લાદેશમાં સત્તા પલટો થયા બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારનો હવાલો સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ સેનાએ વચગાળાની સરકાર સમક્ષ માગ કરી હતી કે, બાંગ્લાદેશ આર્મી પાસે દારૂગોળો અને રાઈફલ રાઉન્ડ સમાપ્ત થવાના છે.
મોટાભાગના દેશોએ રસ ન દાખવ્યો
બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ અને આંતરિક વિરોધને ધ્યાનમાં લેતાં મોટાભાગના દેશોમાંથી દારૂગોળા માટે કોઈ સંતોષકારક પ્રતિસાદ મળ્યો ન હતો. જેથી બાંગ્લાદેશમાં હાજર સલાહકારોએ ભારતને બદલે અન્ય કોઈ દેશ પાસેથી દારૂગોળો ખરીદવાની સલાહ આપી હતી. આ સ્થિતિમાં બાંગ્લાદેશ પ્રશાસનમાં બેઠેલા પાકિસ્તાન સમર્થકોએ પાકિસ્તાન પાસેથી હથિયાર ખરીદ્યા.
આ પણ વાંચોઃ મૃત્યુના અધિકાર અંગે બિલ લાવશે આ દેશ, કોને અસર થશે? અત્યારથી થવા લાગ્યો જોરદાર વિરોધ
પાકિસ્તાને બાંગ્લાદેશની જરૂરિયાતો પૂરી કરી
પાકિસ્તાન મોંઘવારી, ગરીબી અને સાંપ્રદાયિક હિંસા સામે ઝઝૂમી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાને પહેલાં બાંગ્લાદેશ પાસે પૈસાની માંગણી કરી અને કહ્યું કે બાંગ્લાદેશ પહેલા પૈસાં આપે, તો જ તેને હથિયારોનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ તેના પ્રશાસનને બાંગ્લાદેશ જે પણ પૈસા આપે તે લેવાની સલાહ આપી છે. 1971 પછી પ્રથમ વખત બાંગ્લાદેશે પાકિસ્તાન પાસે સીધા હથિયારોની માંગ કરી હતી.
બાંગ્લાદેશે પાકિસ્તાન પાસેથી કેટલા હથિયાર મંગાવ્યા?
બાંગ્લાદેશે તેની જરૂરિયાત પૂરી કરવા માટે પાકિસ્તાન પાસેથી લગભગ 50 હજાર રાઉન્ડ દારૂગોળો, 3 હજાર યુનિટ ટેન્ક દારૂગોળો, 50 ટન આરડીએક્સ વિસ્ફોટક અને 20 હજાર રાઉન્ડ દારૂગોળો મંગાવ્યો છે. પરંતુ હવે બાંગ્લાદેશ દ્વારા આ હથિયારોની ખરીદીમાં દલાલીના આરોપો સામે આવી રહ્યા છે. આ અંગે મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારની સાથે બાંગ્લાદેશ આર્મીના ઘણા અધિકારીઓ સવાલોના ઘેરામાં છે.