Get The App

વિદ્યાર્થીઓ ભડકતાં બિહારમાં બંધનું એલાન, PK પર આંદોલન હાઇજેક કરવાના આક્ષેપ, રાજકારણ ગરમાયું

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થીઓ ભડકતાં બિહારમાં બંધનું એલાન, PK પર આંદોલન હાઇજેક કરવાના આક્ષેપ, રાજકારણ ગરમાયું 1 - image


Image: Facebook

BPSC Row: બિહાર લોક સેવા આયોગ(બીપીએસસી)ના કથિત પ્રશ્નપત્ર લીક મામલે પટનામાં હોબાળો છે. ઉમેદવારો અને આયોગની વચ્ચે હવે લડાઈ આરપારની થઈ ગઈ છે. એક તરફ વિદ્યાર્થી સંગઠન બીપીએસસી પ્રારંભિક પરીક્ષા રદ કરવા પર અડગ છે તો બિહાર લોકસેવા આયોગ વિદ્યાર્થીઓની વાત સાંભળવા તૈયાર નથી. પટનામાં બીપીએસસી પરીક્ષા રદ કરવાની માગ પર અડગ વિદ્યાર્થીઓની રવિવારે સાંજે પોલીસની સાથે આકરી ઝડપ થઈ ગઈ.

વિદ્યાર્થીઓ પર પોલીસના બળ પ્રયોગને લઈને વિપક્ષે નીતિશ સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. આ દરમિયાન AISA એ BPSC રી-એકઝામને લઈને આજે 30 ડિસેમ્બરે બિહાર બંધ અને ચક્કાજામનું એલાન કર્યું છે. સીપીઆઈએ પણ આ આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

તેજસ્વીએ PK પર આંદોલનને હાઇજેક કરવાનો લગાવ્યો આરોપ

પૂર્વ ડેપ્યુટી સીએમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવે પ્રશાંત કિશોર પર આકરા પ્રહાર કર્યા અને આંદોલનને ભટકાવવા અને હાઇજેક કરવાનો આરોપ લગાવ્યો. તેમણે ફેસબુક પર વીડિયો શેર કરતાં કહ્યું કે 'BPSCના મુદ્દા પર મેં મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ પત્ર લખ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. સરકાર યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. સમગ્ર પરીક્ષા રદ થવી જોઈએ. સરકાર અને બીપીએસસી દબાણમાં છે. મારું નૈતિક સમર્થન બીપીએસસી ઉમેદવારોને છે. શિયાળામાં જે રીતે વિદ્યાર્થીઓ પર લાઠી ચલાવવામાં આવી છે, તેનાથી હચમચી જવાય છે. વિદ્યાર્થીઓ સાથે મારામારી નીતિશ કુમારના ઇશારા પર કરવામાં આવી. તેમણે પ્રશાંત કિશોરને ઘેરતાં કહ્યું કે અમુક લોકોએ આ આંદોલનને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો. સરકાર અને ભાજપની B ટીમને આંદોલનને બગાડવા માટે આગળ ઊભી કરવામાં આવી. જ્યારે વિદ્યાર્થીઓની મારામારી થઈ રહી હતી તો જે લોકો કહી રહ્યા હતા કે અમે સૌથી આગળ ઊભા રહીશું તે સૌથી પહેલા ભાગી ગયા. આ આંદોલનને ખતમ કરવાનું ષડયંત્ર છે. હું વિદ્યાર્થીઓને અપીલ કરવા ઇચ્છું છું કે શાંતિપૂર્ણ રીતે પોતાના અવાજને બુલંદ કરો અને કોઈ અન્યના કહેવા પર તેમણે ભટકવું જોઈએ નહીં. અમુક લોકો આ આંદોલનને હાઇજેક કરવા ઇચ્છે છે (પ્રશાંત કિશોર પર પ્રહાર), નીતિશ કુમાર ભાનમાં નથી.'

આ પણ વાંચો: 200 રોડ પર ચક્કાજામ, 160 ટ્રેન રદ, ખેડૂતો દ્વારા પંજાબમાં બંધના એલાનના ઊંડા પ્રત્યાઘાત

સીએમના નિવાસ સ્થાને જવા ઇચ્છતા હતા વિદ્યાર્થી

પટનામાં બીપીએસસી ઉમેદવાર છેલ્લા ઘણા દિવસોથી પોતાની માગને લઈને વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતા. રવિવારે વિદ્યાર્થી નીતિશ કુમારને આવેદન આપવા માટે સીએમ આવાસ જવા ઇચ્છી રહ્યા હતા. જેમને પોલીસે રસ્તામાં રોકી દીધા. તે બાદ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ ગઈ. આ પ્રદર્શનમાં પ્રશાંત કિશોર પણ સામેલ હતા, જે પોલીસ કર્મચારીઓ સાથે વિવાદ કરતાં નજર આવ્યા. પ્રદર્શનકારી વિદ્યાર્થી રોકાયા નહીં અને તે બેરિકેડ્સને તોડતાં આગળ વધતા રહ્યા. અંતે જ્યારે તે જે પી ગોલંબર પહોંચ્યા તો પોલીસે તેમની પર પાણીનો મારો ચલાવ્યો. આ દરમિયાન પોલીસે તેમની પર લાઠીચાર્જ પણ કર્યો અને પછી તેમને જે પી ગોલંબરથી તેમને હટાવી દેવાયા છે.

પોલીસે પ્રશાંત કિશોર, તેમની પાર્ટીના અધ્યક્ષ મનોજ ભારતી, શહેરના શિક્ષક રામાન્શુ મિશ્રા અને 600-700 અજાણ્યા લોકો સહિત 21 લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. પોલીસનું કહેવું છે કે આ લોકોએ અધિકારીઓ દ્વારા પરવાનગી ન આપ્યા બાદ પણ ગાંધી મેદાનમાં વિદ્યાર્થીઓની સભા આયોજિત કરી હતી. પોલીસનો આરોપ છે કે આ લોકોએ વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા.

આ પણ વાંચો: પૂણેમાં ભાજપ સાંસદના કૃત્યની ચારેકોર ટીકા, લીલા રંગની દીવાલ પર ભગવો કલર કર્યો

મજબૂરીમાં વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો

પટના સેન્ટ્રલ એસપીએ કહ્યું, 'લાઠીચાર્જ થયો નથી, તેમને (ઉમેદવારોને) વારંવાર અહીંથી હટવાની વિનંતી કરવામાં આવી. અમે તેમને કહ્યું કે તે પોતાની માગો અમારી સમક્ષ મૂકી, અમે વાતચીત માટે તૈયાર છીએ પરંતુ તે અડગ રહ્યા. ઉમેદવારો દ્વારા તંત્ર સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી. અંતે અમારે મજબૂરીમાં વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો. તેમાં પણ અમે વચ્ચે પડ્યા અને તેમને હટાવ્યા પરંતુ ત્યારે પણ તે હટ્યા નહીં. વિદ્યાર્થીઓના પ્રદર્શનના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યાં મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા હતા. તેમની તરફથી કોઈ પ્રતિનિધિ મળવા આવ્યા નથી. પ્રશાંત કિશોર જે સમગ્ર માર્ચને લીડ કરી રહ્યા હતા, તે વિદ્યાર્થીઓને જેપી ગોલંબર પર જામ કરીને નીકળી ગયા હતા. વિદ્યાર્થીઓને હટવાની અપીલ કરવામાં આવી, પરંતુ તેઓ માન્યા નહીં અને અંતમાં તેમની પર વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો.'

ઉમેદવારો પર પોલીસનો જીવલેણ લાઠીચાર્જ

બિહારમાં BPSC પરીક્ષામાં કથિત હેરાફેરી વિરુદ્ધ ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસના લાઠીચાર્જ બાદ વિપક્ષે નીતીશ સરકાર પર નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટી (AAP) ના સાંસદ સંજય સિંહે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની આકરી નિંદા કરી. તેમણે X પર પોસ્ટ લખીને કહ્યું, - 'BPSC ઉમેદવારો પર પોલીસનો જીવલેણ લાઠીચાર્જ થયો. ઘણા દિવસોથી ધરણા પર બેસેલા યુવાનોની સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવ્યો. આ સરકારની તાનાશાહીનું ઉદાહરણ છે. નીતીશજી તમારાથી આવી આશા નહોતી. સરકાર વિદ્યાર્થીઓની માગનું સમાધાન કરો. દેશ લાઠીથી નહીં, સંવાદ અને બંધારણથી ચાલશે.'

અહંકાર છોડીને યુવાનોની વાત સાંભળે સરકાર: કોંગ્રેસ

કોંગ્રેસે પણ પોલીસ કાર્યવાહીને ક્રૂર જણાવતાં નીતીશ સરકારની ટીકા કરી. કોંગ્રેસે કહ્યું, 'પહેલા ભીષણ ઠંડીમાં યુવાનો પર વોટર કેનન ચલાવવામાં આવ્યું, અને પછી દયાહીન લાઠીચાર્જ કરવામાં આવ્યો. પોલીસે તાબડતોડ રીતે લાઠીઓ વરસાવી અને કોઈને પણ છોડ્યા નહીં. કોંગ્રેસે આગળ કહ્યું કે સરકારે પોતાનો અહંકાર છોડીને યુવાનો સાથે વાત કરવી જોઈએ અને તેમની માગો માનવી જોઈએ.

પરવાનગી વિના માર્ચ કાઢવામાં આવી

જિલ્લાધિકારીએ જણાવ્યું, તંત્રની ચેતવણી છતાં પ્રદર્શનકારી ગાંધી મેદાનમાં એકત્ર થયા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે ત્યાં કોઈ પણ પ્રદર્શન અનધિકૃત માનવામાં આવશે. અમુક પ્રદર્શનકારીઓની જેપી ગોલંબરની પાસે પોલીસે ધરપકડ કરી, જ્યારે તેમણે રસ્તા ખાલી કરવાથી ઈનકાર કરી દીધો તો પ્રદર્શનકારીઓને હટાવવા માટે પાણી છાંટ્યું અને હળવો બળ પ્રયોગ કરવામાં આવ્યો, કેમ કે તેમાંથી અમુક જેપી ગોલંબરની નજીક રસ્તા પર લઈને મુસાફરીનો અવરોધ કરી રહ્યાં હતા. સરકાર યુવાનોની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ રહી છે. મુખ્ય સચિવ બીપીએસસી ઉમેદવારોના પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળને મળવા માટે તૈયાર છે પરંતુ વિદ્યાર્થી આવું કરવા ઈચ્છતાં નથી.' એક બીપીએસસી ઉમેદવારે કહ્યું, 'અમને ક્યારેય આશા નહોતી કે સરકાર આપણી સાથે આવો વ્યવહાર કરશે. અમે પોતાના અધિકારો માટે લડી રહ્યાં છીએ. અમારો તે લોકો સાથે કોઈ લેવાદેવા નથી જે રાજકીય લાભ માટે અમારા આંદોલનનું સમર્થન કરવા માટે અહીં આવી રહ્યાં છે.'

લડત લાંબા સમય સુધી ચાલશે: પ્રશાંત કિશોર

ગાંધી મેદાનમાં ઉમેદવારોને સંબોધિત કરતાં પ્રશાંત કિશોરે કહ્યું, 'એક દિવસ સૂત્રોચ્ચાર કરીને કંઈ નહીં થશે. બિહારમાં વિદ્યાર્થીઓનું જીવન ઘણા વર્ષોથી બરબાદ થઈ રહ્યું છે. આ લડત લાંબા સમય સુધી ચલાવવી પડશે અને તેને પરિણામ સુધી પહોંચાડવી પડશે. તેમણે ખેડૂત આંદોલનનું ઉદાહરણ આપતાં કહ્યું કે ખેડૂત દિલ્હીમાં વર્ષો સુધી ડેરા નાખીને બેઠા હતા ત્યારે કંઈ થયું. બિહારમાં ડોમિસાઈલ નીતિમાં ફેરફાર, પેપર લીક અને નોકરીઓમાં ભ્રષ્ટાચારને જડથી ખતમ કરવાનો છે તો બિહારના વિદ્યાર્થીઓએ એક થઈને પોતાની લડત લડવી પડશે.'


Google NewsGoogle News