'Whatsapp પર પ્રતિબંધ મૂકો, નિયમોનું નથી કરી રહ્યું પાલન', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Image: Facebook
Supreme Court: લોકપ્રિય મેસેજિંગ એપ વ્હોટ્સએપને બંધ કરવાની માગવાળી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજીકર્તાનું કહેવું હતું કે વ્હોટ્સએપ કેન્દ્ર સરકારના આઇટી ગાઇડલાઇન્સનું પાલન કરતું નથી. 2021માં કેરળ હાઇકોર્ટે પણ આ અરજીકર્તાની આ માગ ઠુકરાવી હતી.
કેરળના રહેવાસી ઓમનાકુટ્ટન કે. જી.નું કહેવું હતું કે 2021માં કેરળ હાઇકોર્ટે તેમની અરજીને અપરિપક્વ ગણાવીને ફગાવી દીધી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે આઇટી ગાઇડલાઇન્સ સરકારે જાહેર કરી નથી.
આ પણ વાંચો: PM મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરશે ડોમિનિકા, કોરોના સંકટમાં કરી હતી 70 હજાર વેક્સિનની મદદ
પ્રાયવસી પૉલિસી અનુસાર કામ કરી રહ્યા છીએ
હવે વ્હોટ્સએપ પોતે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને આઇટી ગાઇડલાઇન્સ ઍન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ, 2021ને પડકાર આપ્યો છે. વ્હોટ્સએપે કહ્યું છે કે તે પોતાની પ્રાયવસી પૉલિસી અનુસાર કામ કરે છે.
ભારતના નિયમોનું પાલન કરી રહ્યું નથી વ્હોટ્સએપ
અરજીકર્તાનું કહેવું હતું કે જ્યારે વ્હોટ્સએપ યુઝર્સની ગોપનીયતા અને ભ્રામક વાતોના પ્રસારને લઈને ભારતના નિયમોનું પાલન કરવા ઇચ્છતું નથી તો તેને અહીં કામ કરવા દેવું જોઈએ નહીં પરંતુ જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને અરવિંદ કુમારની બેન્ચે ઓમનાકુટ્ટનની અરજી ફગાવી દીધી. જજોનું માનવું હતું કે કેસ દિલ્હી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.