Get The App

'મંદિર ફેશન બતાવવાની જગ્યા નથી...' ગોવામાં નવા વર્ષથી લાગુ થશે ડ્રેસ કોડ, આ કપડાં પર પ્રતિબંધ

પ્રવાસીઓ જે પ્રકારના કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ કરે છે તેનાથી મંદિરોના વહીવટદારો નારાજ

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
'મંદિર ફેશન બતાવવાની જગ્યા નથી...' ગોવામાં નવા વર્ષથી લાગુ થશે ડ્રેસ કોડ, આ કપડાં પર પ્રતિબંધ 1 - image


Goa Temple Dress Code : ગોવા ભારતનું સૌથી વધુ લોકપ્રિય પર્યટક સ્થળમાનું એક છે. દેશ-વિદેશથી લોકો અહીં આવે છે. ગોવામાં ઘણા મંદિરો એવા છે જે ખુબ પ્રસિદ્ધ છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે, ત્યારે હવે મંદિરોના વહીવટદારો પ્રવાસીઓ જે પ્રકારના કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ કરે છે તેનાથી નારાજ છે જેને લઈને હવે નવા વર્ષથી મંદિરોમાં ચુસ્ત ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે.

પ્રવાસીઓ માટે એક ચુસ્ત ડ્રોસ કોડ લાગુ કરાશે

ભારતમાં મંદિરોમાં દર્શન દરમિયાન ભક્તોના કપડાંને લઈને કેટલાક મંદિરો ઉદાર છે તો બીજી તરફ કેટલાક મંદિરોમાં પ્રવાસીના આધુનિક પહેરવશને લઈને વિવાદ ઊભો થતો છે, ત્યારે હવે ગોવાના મંદિરોમાં વહીવટદાર દ્વારા કડક નિર્ણય લેતા પહેલી જાન્યુઆરીથી પ્રવાસીઓ માટે એક ચુસ્ત ડ્રોસ કોડ લાગુ કરાશે. આ અંગે તેમણે વધુમાં કહ્યું કે મંદિર કોઈ ફેશન કરવાનું સ્થાન નથી કે જ્યાં પ્રવાસીઓ મંદિરની ગરિમા જાળવ્યા વગર જ આધુનિક વસ્ત્રો પહેરીને પ્રવેશ કરે. આ કારણે કોઈપણ વ્યક્તિને ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

આ કપડાં પહેરીને નહીં કરી શકો એન્ટ્રી

આ અંગે ગોવાના શ્રી રામનાથ દેવસ્થાન પોંડાએ કહ્યું કે મંદિરોની પવિત્રતા અને સન્માન જાળવવા માટે આ ચુસ્ત ડ્રોસ કોડ લાગુ કરવામાં આવશે, જેમાં શોર્ટ્સ, મિની સ્કર્ટ, મિડી, સ્લીવલેસ ટોપ, લો-રાઈઝ જીન્સ અને શોર્ટ ટી-શર્ટ પહેરેલા લોકોને મંદિર પ્રવેશ આપવામાં આવશે નહીં. આ માટે એક એડવાઝરી જાહેર કરી છે તેમજ કહ્યું કે મંદિર પરિસરમાં એક બોર્ડ પણ લગાવ્યું છે તેમજ મદિરમાં અયોગ્ય વસ્ત્રો પહેરીને આવનારને મંદિર સમિતિ દ્વારા છાતી પેટ, પગ ઢાંકવા માટે લુંગી તેમજ કપડું આપવામાં આવશે. જો કે આ બાળકોને આ ડ્રેસ કોડમાંથી મુક્તિ આપવામાં આવશે પરંતુ 10 વર્ષથી ઉમરના બાળકો અને પુખ્ત વયના લોકોએ ડ્રેસ કોડનું પાલન કરવું પડશે.

'મંદિર ફેશન બતાવવાની જગ્યા નથી...' ગોવામાં નવા વર્ષથી લાગુ થશે ડ્રેસ કોડ, આ કપડાં પર પ્રતિબંધ 2 - image


Google NewsGoogle News