Get The App

સરકારી ઓફિસોમાં કર્મચારીઓના સિગારેટ-તંબાકુના સેવન પર પ્રતિબંધ, આ રાજ્યએ લીધો મોટો નિર્ણય

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
સરકારી ઓફિસોમાં કર્મચારીઓના સિગારેટ-તંબાકુના સેવન પર પ્રતિબંધ, આ રાજ્યએ લીધો મોટો નિર્ણય 1 - image


Image: Freepik

Karnataka Government Big Decision: કર્ણાટક સરકારે પોતાના કર્મચારીઓને સરકારી કાર્યાલયો અને પરિસરોમાં સિગારેટ પીવા તથા કોઈ પણ પ્રકારના તંબાકુ ઉત્પાદનનું સેવન કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કર્મચારી અને વહીવટી સુધારણા વિભાગ (DPAR) તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ શિસ્તબદ્ધ કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. 

સરકારી ઓફિસમાં સિગારેટ પીનાર પર કાર્યવાહીની ચેતવણી

આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કાર્યાલયો અને પરિસરોમાં તંબાકુ ઉત્પાદનોનું સેવન સરકારના ધ્યાનમાં આવ્યું છે. કર્મચારીઓના આરોગ્યના હિતમાં અને જનતા તથા સરકારી કર્મચારીઓને ધૂમ્રપાનથી બચાવવા માટે કોઈ પણ સરકારી કર્મચારી દ્વારા સરકારી કાર્યાલયો અને કાર્યાલય પરિસરોમાં ધૂમ્રપાન સહિત કોઈ પણ તંબાકુ ઉત્પાદનનું સેવન કરવું સંપૂર્ણરીતે પ્રતિબંધિત છે.

આ પણ વાંચો: 'અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતી તરીકેનો દરજ્જો યથાવત્ રહેશે...' સુપ્રીમ કોર્ટનું ફરમાન

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સરકારી કર્મચારી આ આદેશોનું ઉલ્લંઘન કરીને કાર્યાલય કે કાર્યાલય પરિસરમાં ધૂમ્રપાન કે કોઈ પણ તંબાકુ ઉત્પાદન (ગુટખા, પાન-મસાલા વગેરે) નું સેવન કરતાં નજર આવ્યા તો તેના વિરુદ્ધ શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

પત્રમાં એ પણ લખવામાં આવ્યું છે કે સિગારેટ અને અન્ય તંબાકુ ઉત્પાદન અધિનિયમ 2003 હેઠળ જાહેર ક્ષેત્રોમાં આવા ઉત્પાદનોનું સેવન પૂર્ણત: પ્રતિબંધિત છે. કર્ણાટક રાજ્ય સિવિલ સેવા નિયમ, 2021ના નિયમ-31માં જાહેર સ્થળ પર કોઈ પણ નશીલા પીણા કે માદક પદાર્થના સેવન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 


Google NewsGoogle News