Get The App

જળેશ્વરમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી બસ, 4 તીર્થયાત્રીઓને કાળ ભરખી ગયો, 23 ઘાયલ

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
Bus Accident


Jaleswar Bus Accident: ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઉત્તર પ્રદેશના 57 શ્રદ્ધાળુઓ જગન્નાથ મહાપ્રભુના દર્શન માટે પુરી જઈ રહ્યા હતા. જેમાં બસ નેશનલ હાઇવે 60 પર બેલેન્સ ગુમાવી 20 ફૂટ નીચે પડી હતી. આ દુર્ઘટનામાં 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં મૃતકોની ઓળખ થઈ ગઈ છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

શ્રદ્ધાળુઓ જગન્નાથ મહાપ્રભુના દર્શન કરવા જઈ રહ્યા હતા 

18 માર્ચે ઉત્તર પ્રદેશના 57 શ્રદ્ધાળુઓ જગન્નાથ મહાપ્રભુના દર્શન કરવા માટે 'કૃષ્ણ' નામની બસમાં પુરી જવા નીકળ્યા હતા. જેમાં બસ ગઈકાલે રાત્રે કોલકાતાથી પુરી જવા રવાના થઈ હતી. આ બસ રાત્રે લગભગ 1 વાગે નેશનલ હાઇવે 60 પર સંતુલન ગુમાવી દેતાં નેશનલ હાઇવેથી 20 ફૂટ નીચે પલટી ગઈ.

આ પણ વાંચો: દિલ્હી: 4 દિવ્યાંગ દિકરી સાથે પિતાએ આપઘાત કરતાં હડકંપ, પત્ની કેન્સરથી મૃત્યુ પામી હતી

અકસ્માતની માહિતી મળતાં જ બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી

અકસ્માતની માહિતી મળતાં જ નેશનલ હાઇવે પેટ્રોલિંગ વાન, જળેશ્વર પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરુ કરી હતી. 23 ઘાયલ લોકોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢીને પહેલાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 16ની તબિયત બગડતાં તેમને બાલાસોર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 

આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેમાં ત્રણ પુરુષ અને એક મહિલા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બાલાસોર મોકલવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ રાજેશ કુમાર મિશ્રા, કમલા દેવી યાદવ, રાજ પ્રસાદ યાદવ અને શાંતારામ યાદવ તરીકે થઈ છે. આ ઉપરાંત જે મુસાફરો સ્વસ્થ છે તેમને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જળેશ્વરમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી બસ, 4 તીર્થયાત્રીઓને કાળ ભરખી ગયો, 23 ઘાયલ 2 - image


Google NewsGoogle News