'જે અમારા મેડલ ન જીતવાથી ખુશ, તે પોતાને દેશભક્ત ગણાવે છે..', બજરંગનો જડબાતોડ જવાબ
Bajrang Punia On Brij Bhushan Sharan Singh : રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે બ્રિજભૂષણ શરણ સિંહે ફોગાટ પર સવાલ ઉઠાવીને જાતીય સતામણીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. આ દરમિયાન પુનિયાએ સમગ્ર મામલે બ્રિજભૂષણ પર પ્રહાર કરતાં કહ્યું છે કે, 'બ્રિજભૂષણની દેશ પ્રત્યેની માનસિકતા છતી થઈ છે. આ વિનેશનો મેડલ ન હતો, પરંતુ 140 કરોડ ભારતીયોનો મેડલ હતો. જેઓ વિનેશની ગેરલાયકાતની ઉજવણી કરે છે, શું તેઓ દેશભક્ત છે?'
તો તમને રોજ થપ્પડ ખાવા પડત
આ પહેલા પૂનિયાએ કહ્યું હતું કે, 'અમે નાનપણથી જ દેશ માટે લડી રહ્યા છીએ, છોકરીઓ સાથે છેડતી કરનારા અમને દેશભક્તિ શીખવી રહ્યા છે. અમે ક્યારેય નથી જણાવ્યું કે કયા રેસલર સાથે છેડતી કરવામાં આવી છે. તેણે વિનેશનું નામ લઈને દુષ્કર્મ આચર્યું છે. છોકરીઓ થપ્પડ મારવાની હિંમત હોત તો તમને રોજ થપ્પડ ખાવા પડત. બ્રિજભૂષણ ચોરીથી લઈને દેશદ્રોહ સુધીનો હિસ્ટ્રીશીટર છે.'
હું ચૂંટણી નથી લડી રહ્યો
પૂનિયાએ કહ્યું કે, 'ભાજપ બ્રિજભૂષણનું સમર્થન કરી રહ્યું છે. હું ચૂંટણી નથી લડી રહ્યો, અમે નક્કી કર્યુ હતું કે અમારા બંનેમાંથી કોઈ એક ચૂંટણી લડશે. હવે વડાપ્રધાન મોદી પાસેથી કોઈ પ્રકારની આશા નથી. મારી વિરુદ્ધ એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવ્યો, ડોપના આરોપમાં મારા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વિનેશે ઓલિમ્પિકમાંથી બહાર થયા પછી કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. મુશ્કેલીના સમયે કોંગ્રેસ અમારી સાથે ઊભી રહી છે. આ સાથે આમ આદમી પાર્ટી સહિતની અન્ય વિપક્ષ પાર્ટીઓ અમારી સાથે રહી છે.'
આ પણ વાંચો : મણિપુરમાં ફરી ભડકી હિંસા, મૈતેઇ-કૂકી થયા સામ-સામે, અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકોના મોત
રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાને લાયક છે
પૂનિયાએ કહ્યું કે, 'હું ખટ્ટરજીને પૂછવા માંગુ છું, શું તમે બ્રિજભૂષણ સાથે છો? શું મેડલ જીતે ત્યારે જ તમારી દીકરી થાય? અમે વિધાનસભા અને સંસદમાં જંતર-મંતર પર મુદ્દા ઉઠાવતા હતા. મહિલા રેસલરની કાનૂની લડાઈ હજુ પૂરી થઈ નથી. રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાને લાયક છે.'
સાક્ષી મલિક અમારી સાથે છે
પૂનિયાએ સાક્ષી મલિકને લઈને નિવેદન આપ્યો હતો કે, 'સાક્ષી મલિક અમારી સાથે છે, અમે ત્રણેય સાથે મળીને લડાઈ શરુ કરી છે, જેને અમે પૂરી કરીશું. સાક્ષીએ રાજનીતિમાં ન આવવાનો નિર્ણય કર્યો હતો. લોકોએ નક્કી કરવાનું છે કે તેઓ આરોપીની સાથે ઊભા રહેવા માગે છે કે તેમની દીકરીઓ સાથે.'
આ પણ વાંચો : શું રાહુલ પાસે કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની સત્તા છે? જમ્મુની રેલીમાં શાહનો વળતો પ્રહાર
વડાપ્રધાન મોદી પાસેથી આશા રાખવી નકામી
પૂનિયાએ કહ્યું કે, 'વડાપ્રધાન મોદી પાસેથી આશા રાખવી નકામી છે. અમને સુપ્રીમ કોર્ટ પર ભરોસો છે. એજન્સીઓનો દુરુપયોગ ન થયો હોત તો મારા પર ડોપ પ્રતિબંધ ન લગાવવામાં આવ્યો હોત.'
બ્રિજભૂષણે આપ્યું આ નિવેદન
હરિયાણામાં 2024ની વિધાનસભા માટે 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે, ત્યારે રાજકીય પક્ષો હાલ ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણે ફોગાટ અને પુનિયાના કોંગ્રેસમાં જોડાવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'દીપેન્દ્ર હુડ્ડા અને હુડ્ડા પરિવારે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે.'
આ પણ વાંચો : કોંગ્રેસ નેતા બનતાં જ વિનેશ પર બગડ્યાં બૃજભૂષણ, કહ્યું- 'ચીટિંગ કરી, ભગવાને તમને સજા કરી..'
મને થપ્પડ મારવો જોઈએ ને
આ ઉપરાંત, બ્રિજભૂષણે તેના પર લગાવવામાં આવેલા જાતિય શોષણના આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, 'વિનેશ રેસલર છે, જો તેની સાથે મે છેડછાડ કરી હોત તો મને થપ્પડ મારવો જોઈએ ને. તે અન્ય ખેલાડીને હરાવીને ઓલિમ્પિકમાં ગઈ હતી. જે છોકરીએ તેને ટ્રાયલમાં હરાવી હતી, તેનો અધિકાર છીનવીને હંગામો મચાવ્યો હતો. આવી સ્થિતિમાં ફોગાટ સાથે તે પણ થયું તે તેને જ હકદાર હતી.'