કેજરીવાલને જામીન કોઈ સ્પેશ્યલ ટ્રીટમેન્ટ નથી, તે કેસ અંગે બોલી શકશે, સુપ્રીમકોર્ટનો ટીકાકારોને જવાબ
supreme Court news | સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રચારમાં અરવિંદ કેજરીવાલના નિવેદનો પર કાર્યવાહી કરવા ઇન્કાર કરી દીધો છે. તેની સાથે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તેના ચુકાદાઓ પરની ટીકાનું તે સ્વાગત કરે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કેજરીવાલને મળેલા વચગાળાના જામીનને અપવાદરુપ ગણાવ્યો હતો. જો કે કોર્ટે આ ચુકાદામાં કોઈ છૂટછાટ લેવાઈ હોવાની વાત નકારી હતી.
વાસ્તવમાં ઇડીએ કોર્ટ સમક્ષ કેજરીવાલના નિવેદનોનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેજરીવાલના નિવેદનો પર કાર્યવાહી કરવાનો ઇન્કાર કરતાં જણાવ્યું હતું કે આપણો આદેશ સ્પષ્ટ છે કે કેજરીવાલે ક્યારે શરણાગતિ સ્વીકારવાની છે.
આ માટેની તારીખ પણ નક્કી છે. બેન્ચે જણાવ્યું હતું કે કેજરીવાલ કેસ અંગે કંઈ બોલી નહીં શકે તેવું અમે ચુકાદામાં લખ્યું જ નથી.
કોર્ટે જણાવ્યું હતું કે અમે વચગાળાના જામીન આપવાના કારણો પણ બતાવ્યા છે. આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે અને કાયદાનું શાસન કાયદાથી જ ચાલશે. તેથી કેજરીવાલ અંગે જે કહેવામાં આવ્યું તે તેઓની માન્યતા છે.