મારી પત્ની ધારાસભ્ય પણ જનતાના કામ નથી કરતી: જેલથી બહાર આવતા જ બાહુબલીએ નીતિશ કુમારને ગણાવ્યા સારા નેતા
Ex. MLA Anant Singh Said About His Wife MLA Nilam Devi : 14 ઓગસ્ટે પટના હાઈકોર્ટે બે કેસને લઈને અનંત સિંહને 10 વર્ષની સજાને રદ કરતા બાહુબલી નેતા આજે (16 ઓગસ્ટ) સવારે 5.10 મિનિટે બિહાર બેઉર જેલમાંથી બહાર આવ્યાં છે. બીજી તરફ, જેલમાંથી બહાર આવ્યાં પછી અનંત સિંહે કહ્યું હતું કે, 'જનતા ઈચ્છશે તો તેમણે આગામી ચૂંટણી લડશે.' આ ઉપરાંત, પોતાના અંદાજમાં તેમની ધારાસભ્ય પત્ની નીલમ દેવીના કામને લઈને તેમને નિવદેન આપ્યું હતું.
આ પણ વાંચો : મોહમ્મદ યૂનુસે બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી, PM મોદી સાથે ફોન પર કરી વાત
મારી પત્ની ધારાસભ્ય છે પણ જનતાના કામ કરતી નથી
અનંત સિંહ અવારનવાર પોતાના વિચિત્ર નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જોવા મળે છે. આ વખતે પણ એમણે આપેલા નિવેદનથી વિવાદ સર્જાયો હતો. જેમાં અનંત સિંહે તેમની ધારાસભ્ય પત્ની નીલમ દેવીને લઈને નિવદેન આપતાં કહ્યું હતું કે, 'નીલમ દેવી જનતાના કોઈ કામ કરતી નથી, તેમણે કોઈ કામને લાયક નથી.' નીલમ દેવી મોકામાના ધારાસભ્ય છે.
નીતીશ કુમાર સૌથી સારા નેતા છે
અનંત સિંહને આગામી દિવસોમાં કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડવા વિશે પ્રશ્ન પૂછતા તેમણે કઈ કહેવાની સાફ રીતે ના પાડી હતી. અનંત સિંહને પાર્ટી વિશેષના સંબંધમાં પોતાના અંદાજમાં કહ્યું હતું કે, 'અત્યારે તેને લઈને કાંઈ પણ નક્કી કરવામાં આવ્યું નથી, જે ગાડી સારી હશે તેમાં ચડી જઈશું.' પરંતુ આ બધા વચ્ચે તેમણે નીતીશ કુમારની પ્રસંશા કરવાની ચૂક્યાં ન હતા. તેમણે કહ્યું હતું કે, 'નીતીશ કુમાર સૌથી સારા નેતા છે.'
કોણ છે નીલમ દેવી?
અનંત સિંહના પત્ની નીલમ દેવી મોકામાના ધારાસભ્ય તરીકે ફરજ પર છે. 2022માં અનંત સિંહને ધારાસભ્યનું પદ ગુમાવ્યાં પછી થયેલી પેટા ચૂંટણીમાં નીલમ સિંહ જીત હાંસલ કરી હતી. તેમણે રાષ્ટ્રીય જનતા દળની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતા. નીલમ દેવી 2019માં મુંગેર લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા. પરંતુ, જેમાં તેમની હાર થઈ હતી. જેમાં તેમને જનતા દળ યુનાઈટેડના (JDU) લલન સિંહે આશરે 1 લાખ 68 હજાર મતના અંતરથી હરાવ્યાં હતા.