Get The App

'દોષિતોને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવશે', રામગોપાલના પરિવાર સાથે મુલાકાત બાદ CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
'દોષિતોને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવશે', રામગોપાલના પરિવાર સાથે મુલાકાત બાદ CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા 1 - image


CM Yogi Adityanath: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે લખનઉમાં બહરાઈચ હિંસામાં માર્યા ગયેલા રામ ગોપાલ મિશ્રાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. મૃતક યુવકના પરિવારજનો સાથે મુલાકાત કર્યા સીએમ યોગીએ કહ્યું કે સરકાર સંપૂર્ણ સંવેદનશીલતા સાથે પીડિત પરિવાર સાથે ઉભી છે અને દોષિતોને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવશે.

દોષિતોને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવશે

સીએમ યોગીએ પીડિત પરિવાર સાથેની મુલાકાતની એક તસવીર શેર કરતા કહ્યું કે, યુપી સરકાર સંપૂર્ણ સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા સાથે પીડિત પરિવાર સાથે ઊભી છે. પીડિત પરિવારને ન્યાય અપાવવો એ યુપી સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. આ ઘટનાના દોષિતોને કોઈ પણ કિંમતે છોડવામાં નહીં આવશે. 


સીએમ યોગીએ જે ફોટો શેર કર્યો છે તેમાં મુખ્યમંત્રીની સાથે હિંસામાં માર્યા ગયેલા રામગોપાલના માતા-પિતા અને પત્નીની સાથે બહરાઈચના ધારાસભ્ય પણ હાજર છે. આ ઉપરાંત અન્ય એક શખ્સ પણ પરિવાર સાથે બેઠેલો નજર આવી રહ્યો છે.

આ પણ વાંચો: યુપીના બહરાઈચમાં હજુ શાંત નથી થઈ હિંસાની આગ, ઉપદ્રવીઓએ ધાર્મિક સ્થળે તોડફોડ, તણાવ વધ્યો

પરિવારજનોની દોષિતોના એન્કાઉન્ટરની માગ 

રામગોપાલના પરિવારજનો સતત દોષિતોના એન્કાઉન્ટરની માગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી સાથે મુલાકાત પહેલા રામગોપાલની પત્નીએ એક ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે અમને હત્યાનો બદલો હત્યાથી જ જોઈએ. રોલી મિશ્રાએ કહ્યું કે, જેવી રીતે તેમણે મારા પતિની હત્યા કરી નાંખી તેવી જ રીતે અમે પણ તેનું મૃત્યુ ઈચ્છીએ છીએ. 

અમે પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ નથી

જ્યારે રોલી મિશ્રાને પૂછવામાં આવ્યું કે શું તમે પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ છો? તો તેમણે કહ્યું કે, અમે પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ નથી. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી આ લોકોને સજા ન થાય અને તેમનું એન્કાઉન્ટર કરવામાં ન આવે ત્યાં સુધી અમે સંતુષ્ટ નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને લાગે છે કે સીએમ યોગી ન્યાય આપશે તો તેમણે કહ્યું કે ત્યાં ગયા પછી જ ખબર પડશે કે તેઓ ન્યાય કરશે કે નહીં. અમને ખૂનના બદલામાં ખૂન જોઈએ. જ્યારે તેને સજા થશે ત્યારે જ મારા પતિના આત્માને શાંતિ મળશે. અને અમને પણ શાંતિ મળી જશે, અમને બીજું કંઈ નથી જોઈતું. 


Google NewsGoogle News