મહિલાઓને ગિફ્ટમાં કપડાં-ઘડિયાળ આપનાર ભાજપ ધારાસભ્યને ચૂંટણી પંચે ફટકારી નોટિસ, જાણો કારણ
BJP leader violated election code of conduct : હરિયાણાના અંબાલા શહેરના ભાજપના ધારાસભ્ય અને પરિવહન મંત્રી અસીમ ગોયલ પર આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. જેના કારણે ચૂંટણી પંચ (ECI) એ અસીમ ગોયલને નોટિસ પાઠવીને આ અંગે જવાબ માંગવામાં આવ્યો છે. અસીમ ગોયલ પર વહીવટી આરોપ છે કે, તેમણે તેમના વિસ્તારમાં આચારસંહિતાનું ઉલ્લંઘન કરીને મંજુરી વિના બેગ, ઘડિયાળ અને કપડાંનું વિતરણ કર્યા હતા, તેમજ બેગ પર તેમનો ફોટો પણ હતો.
રિટર્ન ગિફ્ટ તરીકે 'બેગ, ઘડિયાળો અને કપડાં વહેંચવામાં આવ્યા
મળતી માહિતી પ્રમાણે અંબાલા શહેરના ભાજપના ધારાસભ્ય અને પરિવહન મંત્રી અસીમ ગોયલે રક્ષાબંધન પર મહિલાઓને રિટર્ન ગિફ્ટ તરીકે બેગ, ઘડિયાળ અને કપડાંનું વિતરણ કર્યું હતું. જે આચારસંહિતાના નિયમોનું સીધું ઉલ્લંઘન ગણાય છે. આ અંગે ચૂંટણી પંચ (ECI) એ અસીમ ગોયલને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
1 ઓક્ટોબરે 90 બેઠકો પર થશે મતદાન
ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભાની 90 બેઠકો પર થનારી ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. હરિયાણાની તમામ 90 બેઠકો પર 1 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. અને 4 ઓક્ટોબરે મતગણતરી બાદ ચૂંટણી પરિણામો આવશે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.