Get The App

VIDEO : બદ્રીનાથ હાઈવે પર અચાનક તૂટી પડ્યો મોટો પહાડ, શ્રમિકોનો માંડ માંડ બચ્યો જીવ

ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર એક મોટી દુર્ઘટના ટળી

સંપુર્ણપણે રસ્તો ખુલતાં આશરે 24 કલાકનો સમય લાગશે: વહીવટી તંત્ર

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
VIDEO : બદ્રીનાથ હાઈવે પર અચાનક તૂટી પડ્યો મોટો પહાડ, શ્રમિકોનો માંડ માંડ બચ્યો જીવ 1 - image
Image Social Media

ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર એક મોટી દુર્ઘટના ટળી. શનિવારે સાંજે હાઈવે પર એક પહાડનો કેટલોક ભાગ રોડ પર આવી પડ્યો હતો. પહાડના તૂટવાનો અવાજ સાંભળીને રોડ કટિંગનું કામ કરતાં મજુરો અને એન્જિનિયરો સ્થળ પરથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. 

પહાડનો ભાગ તૂટીને રોડ પર પડતાં નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ

સદનસીબે પહાડનો કેટલોક ભાગ તૂટીને રોડ પર પડ્યો ત્યારે ત્યાંથી કોઈ વાહન પસાર થયું ન હતું, નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પહાડનો ભાગ તૂટીને રોડ પર પડતાં નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. જો કે, તાત્કાલિક ધોરણે પહાડના ભાગને હટાવીને હાઈવે ચાલુ કરવા માટેની કામગીરી શરુ કરવામાં આવી છે.

+

હાલ શિયાળાની ઋતુમાં પહાડ તૂટવો ખતરનાક માનવામાં આવે છે

બદ્રીનાથ નેશનલ હાઈવે પર જોષીમઠથી લગભગ 15 કિલોમીટર નજીક પાંડુકેશ્વર તરફ અને ટૈયા પુલ પાસે આ ઘટના બની છે. માહિતી પ્રમાણે પહાડ તૂટવાની આવી ઘટના સામાન્ય રીચે વરસાદી માહોલમાં થતી હોય છે, પરંતુ હાલ શિયાળાની ઋતુમાં પહાડ તૂટવો ખતરનાક માનવામાં આવે છે. 

સંપુર્ણપણે રસ્તો ખુલતાં આશરે 24 કલાકનો સમય લાગશે: વહીવટી તંત્ર

પહાડ તૂટવાથી આશરે 100 મીટર સુધીના રોડને નુકસાન પામ્યું છે. વહીવટી દ્વારા પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે રસ્તો ખોલવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે પરંતુ સંપુર્ણપણે રસ્તો ખુલતાં 24 કલાકનો સમય લાગી શકે છે. 



Google NewsGoogle News