‘...તો બૃજભૂષણ સિંહનું પણ એન્કાઉન્ટર કરવું જોઈએ’ કોંગ્રેસના દિગ્ગજ નેતાનું વિવાદાસ્પદ નિવેદન
Image : Facebook |
Badlapur Encounter Case : બદલાપુર દુષ્કર્મ કેસના આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટર બાદ વિવિદ વકર્યો છે, ત્યારે મહારાષ્ટ્રના વિપક્ષ નેતા વિજય વડેટ્ટીવારે આ મામલે ફરી સવાલો ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે, જો અક્ષય શિંદેનું એન્કાઉન્ટર થયું, તો બૃજભૂષણ સિંહનું પણ એન્કાઉન્ટર કરવું જોઈતું હતું.
બૃજભૂષણનું પણ દુષ્કર્મ કેસમાં એન્કાઉન્ટર કરવું જોઈતું હતું
વિજય વડેટ્ટીવારે કહ્યું કે, 'જો કાયદો સમાન હોય તો બૃજભૂષણનું પણ દુષ્કર્મ કેસમાં એન્કાઉન્ટર કરવું જોઈતું હતું. અક્ષય શિંદેની હત્યા કરીને ભાજપના નેતાઓને બચાવ્યા હતા, તેવી રીતે બૃજભૂષણને પણ બચાવ્યા છે. શું અહીંનો ન્યાય અલગ અને ત્યાંનો કાયદો અલગ છે?'
મહારાષ્ટ્ર અને યુપીમાં ન્યાય કેમ અલગ-અલગ?
કોંગ્રેસના નેતાએ કહ્યું કે, 'મહિલા રેસલર બૂમો પાડતી રહી અને રસ્તા પર ઉતરતી રહી, પરંતુ કોઈએ તેમની વાત સાંભળવાનો પ્રયાસ કર્યો નહીં. તે સાંસદ હતો, ભાજપે તેને ટિકિટ આપી નહી, પરંતુ અક્ષય શિંદે પર જે આરોપ હતા, તે જ આરોપ બૃજભૂષણ પર હતા તો મહારાષ્ટ્રમાં અલગ ન્યાય અને યુપીમાં અલગ ન્યાય એવું કેમ?'
આ પણ વાંચો : ‘700 ખેડૂતોના મોતથી પણ મન ન ભરાયું, કંગનાની ટિપ્પણી પર જવાબ આપે PM મોદી’ રાહુલ ગાંધીના પ્રહાર
બોમ્બે હાઈકોર્ટે શું કહ્યું?
બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, 'અક્ષય શિંદેના એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જો પોલીસે પહેલા જ શિંદેને કાબુમાં કરવાની કોશિશ કરી હોત તો, ગોળીબારી બચી શક્યા હોત અને પોલીસ અધિકારી પાસેથી પિસ્તોલ લઈને તેને ગોળી ચલાવી હોવાની વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.' હાઈકોર્ટે પૂછ્યું કે, 'આરોપીને હાથ-પગની જગ્યાએ સીધુ માથાના ભાગે ગોળી કેમ મારવામાં આવી?'