Get The App

બાબા સિદ્દિકીની હત્યામાં વધુ એક ધરપકડ, પંજાબ અને મુંબઈ પોલીસનું સંયુક્ત ઓપરેશન, જાણો શું છે આરોપ

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
બાબા સિદ્દિકીની હત્યામાં વધુ એક ધરપકડ, પંજાબ અને મુંબઈ પોલીસનું સંયુક્ત ઓપરેશન, જાણો શું છે આરોપ 1 - image


Baba Siddique Murder Case: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP (અજિત પવાર જૂથ) નેતા બાબા સિદ્દિકીની હત્યા સંબંધમાં લુધિયાણામાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસ વડા ગૌરવ યાદવે શનિવારે (26મી ઓક્ટોબર) આ માહિતી આપી હતી. પંજાબ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યુ કે, 'પંજાબ પોલીસ અને મુંબઈ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સુજીત સુશીલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો છે.'

જાણો શું છે મામલો

પંજાબ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યુ કે, 'મુંબઈ પોલીસે પંજાબ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાબા સિદ્દિકીની હત્યાના કેસમાં ફરાર સુજીત સુશીલ સિંહની ધરપકડ કરી છે. તે મુંબઈનો રહેવાસી છે. સુજીત હત્યાના કાવતરામાં સામેલ હતો અને અન્ય આરોપી નીતિન ગૌતમ સપ્રેએ તેને 3 દિવસ પહેલા બાબા સિદ્દિકીની હત્યાના કાવતરાની જાણકારી આપી હતી. તેને સાધનો પણ આપ્યા હતા. આ મામલાની તપાસ માટે આરોપીને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો છે.'

આ પણ વાંચો: ભાજપના કદાવર નેતાની 13 કરોડની સંપત્તિ, પત્ની પાસેથી લીધી છે લોન, રોકડનો આંકડો જાણી ચોંકશો

પોલીસે આરોપીના ઘરેથી પિસ્તોલ, 3 કારતુસ મળી આવ્યા હતા

12મી ઓક્ટોબરે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બાબા સિદ્દિકીની ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે બાબા સિદ્દિકીની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા એક આરોપી રામ કનોજિયાના ભાડાના ઘરમાંથી એક પિસ્તોલ અને ત્રણ કારતૂસ કબજે કર્યા છે. રામ કનોજિયા છેલ્લા એક વર્ષથી રાયગઢ જિલ્લાના પનવેલ શહેરના પલાસપે વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો. પોલીસના જણાવ્યાનુસાર,, 43 વર્ષીય આરોપી, જેની મુંબઈ પોલીસે ગયા અઠવાડિયે ધરપકડ કરી હતી, જેણે બાબા સિદ્દિકી હત્યા કેસમાં હુમલાખોરોને હથિયારો અને અન્ય સહાય પૂરી પાડી હતી.

બાબા સિદ્દિકીની હત્યામાં વધુ એક ધરપકડ, પંજાબ અને મુંબઈ પોલીસનું સંયુક્ત ઓપરેશન, જાણો શું છે આરોપ 2 - image


Google NewsGoogle News