Get The App

બાબા સિદ્દિકીની હત્યા કેસમાં નવું ટ્વિસ્ટ! લોરેન્સ બિશ્નોઈની ભૂમિકા અંગે પોલીસનો નવો દાવો

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
બાબા સિદ્દિકીની હત્યા કેસમાં નવું ટ્વિસ્ટ! લોરેન્સ બિશ્નોઈની ભૂમિકા અંગે પોલીસનો નવો દાવો 1 - image


Baba Siddique Murder Case : બાબા સિદ્દિકીની હત્યા કેસમાં નવું ટ્વિસ્ટ સામે આવ્યું છે. જેમાં પોલીસને શક છે કે, આ હત્યા કેસમાં લોરેન્સ બશ્નોઈની ભૂમિકા નથી. લોરેન્સ બિશ્નોઈના નામ પર શુભમ લોણકર ઉર્ફે શુબ્બુએ આ હત્યાની જવાબદારી લીધી હતી. આ પછી જ બાબા સિદ્દિકી કેસમાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું. જોકે, પોલીસ અધિકારીઓને શંકા છે કે બિશ્નોઈએ આ હત્યાનો કોન્ટ્રાક્ટ લીધો હશે. તેનું કારણ એ છે કે, બિશ્નોઈ સાથે જોડાયેલ કોઈ ખાસ વ્યક્તિએ હજુ સુધી વાત કરી નથી. રેકોર્ડ પ્રમાણે, જ્યારે પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે કંઈક કર્યું છે, ત્યારે તેની સાથે સંકળાયેલા લોકોએ તેને ખુલ્લેઆમ સ્વીકાર્યું છે અથવા તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

ઝૂંપડપટ્ટીના પુનર્વસનનો મુદ્દો સિદ્દિકીની હત્યાનું કારણ?

લોરેન્સ બિશ્નોઈ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તેની પૂછપરછ કરવામાં અસમર્થ છે. આવી સ્થિતિમાં બાબા સિદ્દિકી હત્યા કેસની તપાસ કરી રહેલા અધિકારીઓને આ કેસમાં લોરેન્સની સંડોવણી હોવાની ખાતરી નથી. પોલીસને શંકા છે કે આરોપી શુભમ, શિવકુમાર ગૌતમ અને જીશાન અખ્તરે પોતે બાબા સિદ્દિકીની હત્યાની સોપારી લીધી હતી. પોલીસને શંકા છે કે ઝૂંપડપટ્ટીના પુનર્વસનનો મુદ્દો સિદ્દિકીની હત્યાનું કારણ હોઈ શકે છે.

આ પણ વાંચો : શું બંધારણથી હટશે 'ધર્મનિરપેક્ષ' અને 'સમાજવાદી' શબ્દ? સુપ્રીમ કોર્ટ નવેમ્બરમાં કરશે સુનાવણી

લોરેન્સ બિશ્નોઈ ખાસ લોકોનું મૌન

આ કેસમાં પોલીસ હજુ પણ વિવિધ સંભાવના પર વિચાર કરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા બે-ત્રણ ખાસ લોકોએ હજુ સુધી કંઈ કહ્યું નથી. લોરેન્સનો ભાઈ અનમોલ, તેનો પાર્ટનર રોહિત ગોદારા હોય કે કેનેડામાં સ્થાયી થયેલા ગોલ્ડી આ બધાએ સિદ્દિકી હત્યા કેસમાં મૌન ધારણ કર્યું છે. આ વર્ષે એપ્રિલમાં જ્યારે સલમાનના ઘરની બહાર ફાયરિંગ થયું ત્યારે અનમોલ બિશ્નોઈએ તેની જવાબદારી લીધી હતી. તેણે એમ પણ કહ્યું કે, આગલી વખત જ્યારે પણ ગોળીબાર થશે ત્યારે ગોળીઓનું નિશાન દીવાલો અને ઘર હશે નહીં. આ સલમાન ખાન માટે સીધી ધમકી હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ? ઠાકરે સાથે ભાજપના દિગ્ગજની ગુપચુપ મુલાકાતથી MVAમાં હડકંપ

આ સિવાય અન્ય એક બાબ પર પોલીસે શુભમ લોણકર ઉર્ફે શુબ્બુના બેકગ્રાઉન્ડ પર જોર મુક્યું છે. શુભમ મરાઠી સ્કૂલમાંથી 12મું પાસ છે. હિન્દી અને પંજાબી ભાષાઓ પર તેની પકડ મર્યાદિત છે. આ કારણે તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસને આશંકા છે કે, સોશિયલ મીડિયા પોસ્ટમાં જે મામલો છે તે અન્ય કોઈએ લખીને શુભમને ફોરવર્ડ કર્યો. આ પછી શુભમ તેને ફેસબુક પર પોસ્ટ કરી અને બાદમાં ડિલીટ કરી દીધી.


Google NewsGoogle News