Get The App

બાબા સિદ્દીકી મર્ડર કેસમાં મોટી કાર્યવાહી, મુખ્ય આરોપી શિવકુમારની UPથી ધરપકડ

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
બાબા સિદ્દીકી મર્ડર કેસમાં મોટી કાર્યવાહી, મુખ્ય આરોપી શિવકુમારની UPથી ધરપકડ 1 - image


Baba Siddique Murder Case : બાબા સિદ્દીકી મર્ડર મામલે પોલીસે વધુ એક શૂટરની ધરપકડ કરી છે. રવિવારે એસટીએફ ઉત્તરપ્રદેશ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીમાં નાનપારા બહરાઈચ જિલ્લાથી શૂટર શિવકુમારની ધરપકડ કરવામાં આવી છે. આરોપી શિવકુમાર નેપાળ ભાગવાની ફિરાકમાં હતો. પરંતુ તે પહેલા જ તેની ધરપકડ કરી લેવાઈ છે. એસટીએફની ટીમનું નેતૃત્વ પરમેશ કુમાર શુક્લની મુખ્યાલય સ્થિત ટીમના સબ ઇન્સ્પેક્ટર જાવેદ આલમ સિદ્દીકી દ્વારા કરાયું.


શિવકુમારને આશરો આપવા અને નેપાળ ભાગવામાં મદદ કરવાના ગુનામાં અનુરાગ કશ્યપ, જ્ઞાન પ્રકાશ ત્રિપાઠી, આકાશ શ્રીવાસ્તવ અને અખિલેષેન્દ્ર પ્રતાપસિંહની પણ ધરપકડ કરવામાં આવી છે.

બાબા સિદ્દીકી મર્ડર કેસમાં મોટી કાર્યવાહી, મુખ્ય આરોપી શિવકુમારની UPથી ધરપકડ 2 - image

પૂછપરછમાં શિવકુમારે કેટલાક મોટા ખુલાસા કર્યા

બાબા સિદ્દીકી હત્યાકાંડમાં ધરપકડ કરાયેલા મુખ્ય શૂટર શિવકુમારે ઉત્તર પ્રદેશ પોલીસની પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. શિવકુમારે પૂછપરછમાં જણાવ્યું કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગથી તે જોડાયેલો છે. વિદેશમાં બેઠેલા લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના ઈશારે આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. અનમોલ બિશ્નોઈ સાથે તેની વાત શુભમ લોનકરે અનેક વખત કરાવી હતી.

ખલનાયક વાળી રીલ અપલોડ કરતો હતો શિવકુમાર

આરોપી શિવકુમાર ઉર્ફ શિવા ગૌતમ (20)ની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ સોશિયલ મીડિયા પર સિદ્દીકી હત્યાકાંડ વચ્ચે ખુબ વાયરલ થઈ હતી, જેમાં તે માફિયા સ્ટાઈલ વાળી REEL બનાવીને રોલા પાડતો નજરે આવી રહ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર એક જગ્યાએ શિવા ગૌતમ કેજીએફ ફિલ્મના ડાયલોગ 'Powerful People Make Places Powerful' પર REEL અપલોડ કરતો હતો, જ્યારે બીજી ભોજપુરી સોંગ 'નેતા ના કૌનો વિધાયક, મજનૂ હમાર ખનલાયક હે' પર REEL અપલોડ કરતો હતો. કેજીએફના ડાયલોગ વાળી REEL પર શિવા પોતાનું લોકેશન મુંબઈ નાખતો હતો.

આ અગાઉ બે શંકાસ્પદ શૂટર સહિત 11ની ધરપકડ થઈ ચૂકી છે

શનિવારે થયેલી ધરપકડ પહેલા પોલીસે 11 લોકોની ધરપકડ કરી હતી, જેમાં બે શંકાસ્પદ શૂટર પણ સામેલ હતા. જો કે, મુખ્ય શૂટર અને બે ષડયંત્ર રચનારા ત્યારે પણ ફરાર હતા. તપાસ ટીમ તમામ સંભવિત એન્ગલથી તપાસ કરી રહી છે.


Google NewsGoogle News