VIDEO: મહાકુંભમાં યુટ્યુબરના સવાલોથી બાબા ભડક્યા, ચીપિયો લઈને મારવા દોડ્યાં
Image: Facebook
Kumbh Mela 2025: મહાકુંભ 2025માં એકથી એક અનોખા સંતોનો મેળાવડો જામ્યો છે. પોષી પૂનમના અવસરે આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી રહ્યાં છે. ધર્મ ઉત્સવને લઈને શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જોતાં જ બની રહ્યો છે.
મહાકુંભ મેળામાં સ્નાનની સાથે-સાથે ઘણા રંગ જોવા મળી રહ્યાં છે. મહાકુંભમાં દૂર-દૂરથી આવેલા સાધુ-સંતોને લઈને લોકો અને મીડિયાની ઉત્સુકતા પણ નજર આવી રહી છે. આ દરમિયાન મહાકુંભથી એક યુટ્યુબરના સવાલ પર ભડકેલા એક બાબાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની ખૂબ ચર્ચા છે. યુટ્યુબરના સવાલ પર ભડકેલા બાબા તેને ચીપિયાથી મારવા દોડ્યાં. બાબાએ કહ્યું કે 'યુટ્યુબરે મને ફાલતુ સવાલ કર્યો હતો.'
એક્સ પર પોસ્ટ કરાયેલાં વીડિયોમાં બાબા યુટ્યુબર પર ગુસ્સો કરતાં જોવા મળી રહ્યાં છે. યુટ્યુબરે બાબા સાથે ઈન્ટરવ્યૂની શરૂઆત આ રીતે કરી.
યુટ્યુબરે પૂછ્યું 'ક્યારથી મહારાજજી તમે સંન્યાસી સંપ્રદાયમાં સામેલ થયા?' બાબાએ જવાબ આપ્યો- બાળપણથી.
આ પણ વાંચો: મહાકુંભના દર્શન હેલિકોપ્ટરમાંથી પણ કરી શકાશે, ફક્ત રૂપિયા 1296માં વિહંગાવલોકન
ત્યાર પછી યુટ્યુબર બીજો સવાલ પૂછે છે કે, 'બાળપણથી જ મહારાજ જી?', બાબા કહે છે- 'અને શું જોયું તમે'
ત્યાર પછી યુટ્યુબર ફરી સવાલ કરે છે કે ‘મહારાજજી તમે લોકો કયું ભજન ગાવ છો ભગવાનનું? શું ગીત છે?’ આ સવાલ પર બાબા ભડકી જાય છે. તેઓ ચીપિયો ઉઠાવીને કહે છે કે ‘તમાશો અમે બતાવીશું?
આ સાથે જ તે યુટ્યુબરને ચીપિયો મારવાનું શરૂ કરે છે. ચાર સેકન્ડની અંદર તે યુટ્યુબરને ચાર વખત ચીપિયો મારે છે. બાબાના આ રૂપથી ગભરાયલો યુટ્યુબર ત્યાંથી ઊભો થઈ જાય છે.