Get The App

'શરબત જેહાદ' મામલે હાઇકોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી, તમામ જાહેરાતો દૂર કરવા આદેશ

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
Rooh Afza Controversy


Rooh Afza Controversy: દિલ્હી હાઇકોર્ટે પતંજલિના સ્થાપક બાબા રામદેવને થોડા દિવસો પહેલા રૂહ અફઝા અંગે આપેલા નિવેદન બદલ ઠપકો આપ્યો છે. મંગળવારે, દિલ્હી હાઇકોર્ટે રૂહ અફઝાને 'શરબત જેહાદ' કહેવા બદલ બાબા રામદેવને ફટકાર લગાવી હતી. 

મંગળવારે કેસની સુનાવણી કરતી વખતે, દિલ્હી હાઇકોર્ટે 'શરબત જેહાદ' કેસમાં પતંજલિના સ્થાપક બાબા રામદેવને ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે બાબા રામદેવની આ ટિપ્પણીએ કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આને સમર્થન આપી શકાય નહીં. 

કોર્ટે બાબા રામદેવને સોગંદનામું રજૂ કરવા કહ્યું

આ અંગે બાબા રામદેવે દિલ્હી હાઇકોર્ટને કહ્યું છે કે, 'અમે રૂહ અફઝા વિરુદ્ધની બધી જાહેરાતો દૂર કરીશું.' 22 માર્ચે દિલ્હી હાઇકોર્ટમાં જસ્ટિસ અમિત બંસલ કેસની સુનાવણી કરી રહ્યા હતા. આ દરમિયાન કોર્ટે બાબા રામદેવને સોગંદનામું રજૂ કરવા કહ્યું. જેમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં તે એવું કોઈ નિવેદન, જાહેરાત કે સોશિયલ મીડિયા પોસ્ટ નહીં કરે જેનાથી બીજા પક્ષને વાંધો આવે.

બાબા રામદેવને સોગંદનામું દાખલ કરવા માટે પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. કેસની આગામી સુનાવણી 1 મેના રોજ નક્કી કરવામાં આવી છે.

જાણો શું છે મામલો

તાજેતરમાં જ બાબા રામદેવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આમાં, બાબા રામદેવ અન્ય શરબત કંપનીઓ પર કટાક્ષ કરતાં અને તેમના પર 'શરબત જેહાદ' કરવાનો આરોપ લગાવતા જોવા મળ્યા હતા. 

પતંજલિના ગુલાબ શરબતનો પ્રચાર કરતી વખતે, બાબા રામદેવે દાવો કર્યો હતો કે રૂહ અફઝામાંથી કમાતા પૈસાનો ઉપયોગ મદરેસા અને મસ્જિદો બનાવવા માટે થાય છે. બાદમાં બાબા રામદેવે પોતાના નિવેદનનો બચાવ કરતાં કહ્યું કે, 'મેં કોઈ બ્રાન્ડ કે સમુદાયનું નામ લીધું નથી.'

આ મામલે હમદર્દે બાબા રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. જેમાં બાબા રામદેવની 'શરબત જેહાદ' ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. આ મામલે 22 એપ્રિલના રોજ આની સુનાવણી કરવામાં આવી હતી. 

હાઇકોર્ટે નિવેદન પર નારાજગી વ્યક્ત કરી

પતંજલિ અને બાબ રામદેવનો કેસ લડી રહેલા વકીલ રાજીવ નાયરે કહ્યું કે, 'મારા અસીલ કોઈપણ ધર્મના વિરોધી નથી.' આના પર કોર્ટે કહ્યું કે, 'આ જ વલણ સોગંદનામામાં આવવું જોઈએ.' આ દરમિયાન, ન્યાયાધીશે કહ્યું- 'જ્યારે મેં વીડિયો જોયો, ત્યારે મને મારા કાન અને આંખો પર વિશ્વાસ ન થયો.'

આ મામલે બાબા રામદેવના વકીલે જણાવ્યું હતું કે, 'હમદર્દ નેશનલ ફાઉન્ડેશન ઇન્ડિયાના રૂહ અફઝા પ્રોડક્ટ વિરુદ્ધની બધી જાહેરાતો, પછી ભલે તે પ્રિન્ટ હોય કે વીડિયો, દૂર કરવામાં આવશે.'

'શરબત જેહાદ' મામલે હાઇકોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી, તમામ જાહેરાતો દૂર કરવા આદેશ 2 - image

Tags :